ખુશખબર: સાપુતારામાં નવલું નજરાણું, હવે સહેલાણીઓ માણી શકશે Hot air balloonની સફર

|

Nov 16, 2021 | 4:34 PM

ગિરિમથક સાપુતારા ખાતે ડાંગ જિલ્લા પેરાગ્લાયડીંગ એડવેન્ચર એસોશીએશન સાપુતારાના નેજા હેઠળ પ્રથમ વખત પ્રવાસીઓનાં મનોરંજનમાં વધારો કરવામાં આવ્યો છે. અને, સાપુતારા ખાતે પેરામોટર અને હોટ એરબલૂનનો શુભારંભ કરાયો છે.

ખુશખબર: સાપુતારામાં નવલું નજરાણું, હવે સહેલાણીઓ માણી શકશે Hot air balloonની સફર
Good news: A new gift in Saputara, now passengers can enjoy the journey of Hot air balloon

Follow us on

ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક એટલે સાપુતારા, સાપુતારા પોતાના કુદરતી સૌંદર્યનાં કારણે દેશભરમાં પ્રખ્યાત છે. હાલમાં શિયાળાની ઠંડી અને દિવાળી વેકેશનમાં ગિરિમથક સાપુતારાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠયું છે. ત્યારે સાપુતારાના કુદરતી સૌદર્યના આસ્વાદને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે સાપુતારાના પ્રવાસે આવતા લોકો માટે એક ખુશખબર આવ્યા છે.

પ્રવાસીઓની ખુશીમાં વધારો, એડવેન્ચર શોખીનો ખુશ

દિવાળી વેકેશન બાદ ફરવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે  સાપુતારા ખાતે પહેલેથી જ પેરાગ્લાયડીંગ, બોટિંગ, રોપવે સહિત અનેક એડવેન્ચર એક્ટિવિટી ઉપલબ્ધ જોવા મળે છે. પરંતુ હવે ગિરિમથક સાપુતારા ખાતે ડાંગ જિલ્લા પેરાગ્લાયડીંગ એડવેન્ચર એસોશીએશન સાપુતારાના નેજા હેઠળ પ્રથમ વખત પ્રવાસીઓનાં મનોરંજનમાં વધારો કરવામાં આવ્યો છે. અને, સાપુતારા ખાતે પેરામોટર અને હોટ એરબલૂનનો શુભારંભ કરાયો છે. રવિવારે પ્રવાસીઓએ પેટ્રોલ પર સંચાલિત પેરામોટર અને એરબલૂનમાં બેસી હવાઈ સફરની મજા માણી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગિરિમથક સાપુતારામાં નવલું નજરાણું

હાલમાં રવિવારથી ડાંગ જિલ્લા પેરાગ્લાયડીંગ એડવેન્ચર એસોસિયેશન સાપુતારાનાં નેજા હેઠળ પ્રવાસીઓ માટે પેટ્રોલથી સંચાલિત પેરામોટર અને એરબલૂનની હવાઈ સફરનો હેલિપેડ ખાતે શુભારંભ કરાવ્યો હતો. ત્યારે એડવેન્ચર શોખીનોમાં ખુશીનો ઉન્માદ બેવડાયો હતો.

ગિરિમથક સાપુતારાના હેલિપેડ પર પ્રથમ વખત નવલા નજરાણા સ્વરૂપે પ્રારંભ થયો છે. જેમાં પેરામોટર એડવેન્ચર અને એરબલૂન એડવેન્ચરમાં ફરવા આવેલ પ્રવાસીઓએ હવાઈ સફર કરી કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણ્યો હતો. સાપુતારામાં નવા પ્રકલ્પો શરૂ થતાં સ્થાનિક નવાગામ સહીત સાપુતારાનાં યુવાનોને નવી રોજગારીની તકો મળવા પામી છે.

સતત પ્રવાસીઓની સંખ્યામાં વધારો

નોંધનીય છેકે દિવાળી પર્વમાં સાપુતારામાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટયું હતું. ગુજરાતના પ્રવાસીઓમાં સાપુતારા સૌથી પસંદગીનું સ્થળ બની રહ્યું છે. ત્યારે સાપુતારાના પ્રવાસનસ્થળોમાં વિકાસ કરવા સરકાર સતત પ્રયત્નશીલ બની રહી છે. જેના ભાગરૂપે સાપુતારા ખાતે અવનવા આકર્ષણો ઉમેરાઇ રહ્યાં છે. જેને કારણે દર વરસે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. જેને પગલે પ્રવાસન વિભાગની આવકમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે.

 

આ પણ વાંચો : નવસારી : બીલીમોરા નગરપાલિકામાં હદ વિસ્તરણનો વિવાદ વકર્યો, 6 ગામના લોકોના વિરોધ પ્રદર્શનો

આ પણ વાંચો : મોટા સમાચાર: આવતીકાલથી ફરી ખુલશે કરતારપુર કોરિડોર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી જાહેરાત

Next Article