આ રીતે પ્રજાની સુરક્ષા ? ગીર સોમનાથમાં પોલીસે વેપારી સાથે ગેરવર્તન કરી લાકડીથી માર માર્યો, જુઓ VIRAL VIDEO

|

Feb 03, 2023 | 3:00 PM

પોલીસે વેપારી સાથે ગેરવર્તન કરી લાકડીથી માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે. 31 જાન્યુઆરી રાત્રે પોલીસે વેપારીને દુકાન બંધ કરવાનું કહ્યું હતુ

આ રીતે પ્રજાની સુરક્ષા ? ગીર સોમનાથમાં પોલીસે વેપારી સાથે ગેરવર્તન કરી લાકડીથી માર માર્યો, જુઓ VIRAL VIDEO
CCTV footage of a cop brutally thrashing a trader in GirSomnath

Follow us on

ગીર સોમનાથની પોલીસ પર વેપારીને માર મારવાના ગંભીર આરોપ લાગ્યા છે. સોમનાથ શંખ સર્કલ નજીક વેપારીને માર મારતો પોલીસનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે વેપારી સાથે ગેરવર્તન કરી લાકડીથી માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે. 31 જાન્યુઆરી રાત્રે પોલીસે વેપારીને દુકાન બંધ કરવાનું કહ્યું હતુ. બાદમાં વેપારીએ પોલીસને કહ્યું સામાન અંદર મુકી થોડીવારમાં દુકાન બંધ કરી દઈશ. પરંતુ પોલીસે વેપારી સાથે રકઝક કરી અને વેપારીને ઢોર માર માર્યો હતો. જો કે ચિના પરમાર નામના વેપારીએ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરીયાદ આપી છે.

પોલીસે વેપારી સાથે રકઝક કરી અને વેપારીને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ

થોડા દિવસો પહેલા સુરતના ઉધના વિસ્તારની એક ઘટનાએ પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠ્યા હતા. જો ઘટનાની વિગત વાત કરીએ તો ઉધના પોલીસની PCR વાન પેટ્રોલિંગ માટે નીકળી હતી, તે સમયે કેટલાક યુવક ડરના લીધે દોડ્યા હતા. જ્યા બે પોલીસ જવાને એક યુવકને ઝડપી પાડ્યો પરંતુ તેની સાથે જે રીતે વર્તન કર્યું તે દ્રશ્યો જોઇને શરમથી માથુ ઝુકાવી દે તેવું હતું. પોલીસે રાહદરીને રોડ પર ઘસડ્યો હતો જેના સીસીટીવી સામે આવતા આ કામગીરી પર ફીટકાર વરસી રહ્યો છે.

 

Published On - 12:17 pm, Fri, 3 February 23

Next Article