Gujarat Video : ગીર સોમનાથની સૂત્રાપાડા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સુપડા સાફ, ભાજપની બહુમતી

ગીર સોમનાથની સૂત્રાપાડા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે. સૂત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત દાખલ થઈ હતી. 18 સભ્યોમાંથી 15 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને સમર્થન મળ્યું હતું. જેથી કોંગ્રેસે બહુમતી ગુમાવી છે. અને પ્રમુખ તરીકે કોંગ્રેસના કુસુમ જાદવ અને ઊપ પ્રમુખ પદે લાભુબેન વાજાને હોદ્દાથી દુર કરાયા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 9:57 PM

ગીર સોમનાથની સૂત્રાપાડા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે. સૂત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત દાખલ થઈ હતી. 18 સભ્યોમાંથી 15 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને સમર્થન મળ્યું હતું. જેથી કોંગ્રેસે બહુમતી ગુમાવી છે. અને પ્રમુખ તરીકે કોંગ્રેસના કુસુમ જાદવ અને ઊપ પ્રમુખ પદે લાભુબેન વાજાને હોદ્દાથી દુર કરાયા છે. હવે ફરીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુક કરાશે. મહત્વનું છે કે, તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 10 સભ્યો ચૂંટાયા હતા.

જ્યારે ભાજપના 8 સભ્યો ચૂંટાયા હતા. પરંતુ કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં ભળી જતા હવે તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી થઈ છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપના સભ્યને સમર્થન આપનારાનું સભ્ય પદ રદ કરવા કોંગ્રેસ પ્રમુખે રજૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે આ ઉપરાંત ગીર સોમનાથના તાલાલા તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ થઇ હતી. જેમાં ધારાસભ્ય સાથે કોંગ્રેસ સદસ્યોએ પણ ભાજપમાં પ્રવેશ કરતા પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. જ્યારે તાલાલા તાલુકા પંચાયત પ્રમુખ રામસિંહભાઈ પરમાર વિરુદ્ધ ઉપપ્રમુખ શિલ્પાબેન કણસાગરા સહિત 17 સભ્યો દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં તાલુકા વિકાસ અધિકારી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ વહેલી સામાન્ય સભા બોલાવવા માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  ગુજરાતી વિડીયો : જૂનાગઢના મેંદરડામાં સૂર્યોદય યોજના માત્ર કાગળ પર, દિવસે વીજળી આપવાની માંગ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">