ગીગા ભમ્મરના બફાટ બાદ આહિર સમાજના આગેવાન રાજસી જોટવાએ ચારણ સમાજની માગી માફી, કહી આ માર્મિક વાત- જુઓ વીડિયો

|

Feb 19, 2024 | 6:40 PM

ગીર સોમનાથ: ચારણ-ગઢવી સમાજ પર આહિર સમાજના ગીગા ભમ્મરે કરેલા વિવાદી નિવેદનથી ચારણ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જો કે આહિર સમાજના અગ્રણીઓએ ગીગા ભમ્મરના આ નિવેદનથી કિનારો કર્યો છે. ત્યારે હવે આહિર સમાજના આગેવાન રાજસી જોટવાએ ચારણ સમાજની માફી માગતા વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.

હવે આહિર સમાજના અગ્રણી રાજસી જોટવાએ પણ ગીગા ભમ્મરના નિવેદન બદલ ચારણ ગઢવી સમાજની માફી માગી છે. વેરાવળના કાર્યક્રમમાં રાજસી જોટવાએ જાહેર મંચ પરથી ચારણ સમાજની માફી માગતા ગીગા ભમ્મરે કરેલી ટિપ્પણીને વખોડી છે. જોટવાએ જણાવ્યુ કે આહિર- ચારણ સમાજના સંબંધ મામા ભાણેજ જેવા છે. કોઈ એક વ્યક્તિના નિવેદનથી આખા સમાજને અસર ન થવી જોઈએ. ચારણ સમાજને આદર આપવાની પરંપરા જાળવવાની તેમણે આહિર સમાજના યુવાનોને પણ અપીલ કરી હતી. આ પ્રકારે જોટવાએ વિવાદ પર ઠંડુ પાણી રેડી શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.

તળાજામાં આયોજિત લગ્નોત્સવમાં ચારણ સમાજ વિશે ગીગા ભમ્મરે કર્યો હતો બફાટ

આપને જણાવી દઇએ કે 14મી ફેબ્રુઆરીએ ભાવનગરના તળાજામાં આયોજિત સમુહ લગ્નોત્સવના મંચ પરથી ચારણ-ગઢવી સમાજ વિરૂદ્ધ ગીગા ભમ્મરે અશોભનિય નિવેદન કર્યુ હતુ. વાયરલ વીડિયોમાં ચારણ સમાજના માતાજીની પણ ટીકા તેમણે કરી હતી. આ વિવાદી ટિપ્પણીને કારણે ચારણ- ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.  નિવેદન બાદ રાજ્યભરના ચારણ ગઢવી સમાજના અગ્રણીઓ અને કલાકારોએ ગીગા ભમ્મરના નિવેદનને વખોડ્યુ છે. આહિર સમાજે પણ ગીગા ભમ્મરના નિવેદનથી કિનારો કર્યો છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે પણ ચારણ સમાજની લાગણી દુભાવા બદલ માફી માગી હતી.

આ પણ વાંચો:  ભાવનગર: ચારણ સમાજ વિશે વિવાદી ટીપ્પણી બદલ ગીગા ભમ્મર સામે અમદાવાદ સાયબર ક્રાઈમમાં થઈ ફરિયાદ, પુત્રએ માગી માફી

Video : તમારા ઘરમાં દેશી ટોઇલેટ છે ? જાણી લો રંક માંથી રાજા બનવાનું રહસ્ય
IPL 2025 Retention Player List : તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી, જુઓ
રાજકોટનાં ગોંડલ અક્ષરમંદિર ખાતે દિવાળીનાં પર્વની ઉજવણી કરાઈ
અમિત શાહે સાળંગપુર BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી
ઇલાયચી ખિસ્સામાં રાખવાથી શું ફાયદા થાય ? જાણી લો
સતત વજન ઘટતું રહેવું હોઈ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત

ગીગા ભમ્મરના પુત્ર જિલા ભમ્મરે પણ વીડિયો બનાવી માગી માફી

આ તરફ ગીગા ભમ્મરના પુત્ર જિલા ભમ્મરે પણ વીડિયો બનાવી માફી માગી હતી અને કોઈ સમાજનું અપમાન કરવાનો ઈરાદો ન હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. જો કે નિવેદન બાદ ગીગા ભમ્મરે સામે આવીને મગનું નામ મરી પાડ્યુ નથી. તેઓ હજુ મૌન સેવીને બેઠા છે. તેમના નિવેદન બાદ અનેક શહેરોમાં આવેદનપત્રો, વિરોધ પ્રદર્શન યોજી ગીગા ભમ્મર વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. ગીગા ભમ્મર સામે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article