ભાવનગર: ચારણ સમાજ વિશે વિવાદી ટીપ્પણી બદલ ગીગા ભમ્મર સામે અમદાવાદ સાયબર ક્રાઈમમાં થઈ ફરિયાદ, પુત્રએ માગી માફી

ભાવનગર: ચારણ સમાજ વિશે વિવાદી ટીપ્પણી બદલ ગીગા ભમ્મર સામે અમદાવાદ સાયબર ક્રાઈમમાં થઈ ફરિયાદ, પુત્રએ માગી માફી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2024 | 9:22 PM

ચારણ અને ગઢવી સમાજ વિશે વિવાદી ટીપ્પણી કરનારા આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે અને કડક કાર્યવાહીની માગ કરવામા આવી છે. આ તરફ પિતાની વિવાદી ટિપ્પણી પર ગીગા ભમ્મરના પુત્રએ માફી માગી છે અને કોઈ સમાજનુ અપમાન કરવાનો ઈરાદો ન હોવાનુ જણાવ્યુ છે.

એક તરફ ચારણ અને ગઢવી સમાજ પર અપમાનજનક ટીપ્પણીથી સમાજમાં ભારોભાર રોષ ફેલાયો છે. વિવાદ વધતા ગીગા ભમ્મરના પુત્ર જિલા ભમ્મરે માફી માગી લીધી છે. વીડિયો બનાવી ગઢવી અને ચારણ સમાજની માફી માગી છે. જેમા તેમણે કોઈ સમાજનું અપમાન કરવાનો ઈરાદો ન હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. ગીગા ભમ્મરે હાલ મૌન સેવ્યુ છે ત્યારે વિવાદનો અંત લાવવા ભાવનગર અને આહીર સમાજના આગેવાનો ગીગા ભમ્મરને મળવા પહોંચ્યા હતા.

આપને જણાવી દઈએ ગીગા ભમ્મરે આપેલા વિવાદી નિવેદનના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ચારણ સમાજ વિશે કરાયેલા અશોભનિય નિવેદન બાદ ચારણ-ગઢવી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે, સાહિત્યકારો પણ ઉકળી ઉઠ્યા છે. ખુદ આહીર સમાજના લોક સાહિત્યકાર માયાભાઇ આહીરે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. ઠેર ઠેર ગીગા ભમ્મર સામે ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો સુરેન્દ્રનગરની પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી, શાળા છૂટવાના સમયે ભૂલકાઓને ક્લાસરૂમમાં પુરી શિક્ષકો જતા રહ્યા- વીડિયો

રાજ્યના અનેક શહેરોમાં આવેદન પત્રો, વિરોધ પ્રદર્શન અને રેલી યોજીને ગીગા ભમ્મર વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. સાથે જ ગીગા ભમ્મરની  માફીની માગ પણ પ્રબળ બની છે. હવે જોવાનું એ રહે છે કે ગીગા ભમ્મર વિરૂદ્ધ શું કાર્યવાહી થાય છે. આપને જણાવી દઇએ કે 14મી ફેબ્રુઆરીએ તળાજામાં આયોજિત સમુહ લગ્નોત્સવના મંચ પરથી ચારણ-ગઢવી સમાજ વિરૂદ્ધ ગીગા ભમ્મરે અશોભનિય નિવેદન કર્યુ હતુ. વાયરલ વીડિયોમાં ચારણ સમાજના માતાજીની પણ ટીકા તેમણે કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">