વડોદરા, વલસાડ અને તાપીમાં છૂટાછવાયા ઝાપટાંની આગાહી તો અન્ય જિલ્લામાં અકળાવી શકે છે બફારો, જાણો તમારા શહેરનું હવામાન
વાદળછાયા વાતાવરણમાં બફારો અકળાવી શકે છે. વડોદરા અને વલસાડ અને તાપીમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે વડોદરાનું (Vadodra) તાપમાન મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો વલસાડનું મહતમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.
ભાદરવા મહિનાના પ્રારંભ સાથે રાજ્યમાં બફારાનું (Humidity) પ્રમાણ વધ્યું છે સરેરાશ રાજ્યના જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ ( Cloudy weather ) સાથે બફારાનો માહોલ અનુભવાશે. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં (Mahisagar) છૂટાછવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી છે. તે સિવાય ક્યાંય વરસાદની આગાહી નથી.
અમરેલી અને આણંદમાં વાદળછાયું વાતાવરણ
અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 75 ટકા ભેજ સાથે વાદળછાયા વાતાવણમાં બફારાનો અનુભવ થશે. તો અમરેલીમાં મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે આણંદમાં તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો 77 ટકા હ્યમુિડિટી સાથે બાફનો અનુભવ થતા અકળામણ થઈ શકે છે જ્યારે અરવલ્લીમાં તાપમાન 25 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 32 ડિગ્રી રહેશે. તો 82 ટકા બફારા સાથે વરસાદની બિલકુલ શક્યતા નથી.
બનાસકાંઠાવાસીઓને વરસાદથી રાહત
ઉત્તર ગુજરાતમાં (North Gujarat) બનાસકાંઠાની વાત કરીએ તો મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 81 ટકા જેટલું રહેશો. તો ભરૂચમાં મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે વાદળછાયા વાતાવરણ સાથે ભેજનું પ્રમાણ 76 ટકા રહેશે. તો ભાવનગરમાં તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે બોટાદમાં તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.
છોટા ઉદેપુર અને બોટાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાનુ અનુમાન
તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં (Chota Udepur) મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ અહીં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે દાહોદમાં પણ 83 ટકા ભેજ સાથે મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23ડિગ્રી રહેશે. તો ડાંગમાં પણ છૂટાછવાયા વરસાદની શકયતા છે અને મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.
દેવભૂમિ દ્વારકામાં બફારો અકળાવશે
દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi dwarka) મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દરિયાકાંઠો નજીક હોવાથી અહી બફારાનું પ્રમાણ વધારે રહેશે. તો ગાંધીનગરમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે અહીં વરસાદની બિલકુલ શકયતા નથી. ગીર સોમનાથમાં મહતમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ 81 ટકા ભેજ સાથે બફારો અકળાવી શકે છે. તો જામનગરમાં મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ બફારા સાથે ગરમીનો અનુભવ થશે. તો જૂનાગઢમાં (Junagadh) મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે.
મહિસાગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા
કચ્છમાં મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો ખેડામાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે વાતાવરણ વાદળછાયું રહેશે. જ્યારે મહિસાગરવાસીઓ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાનો અનુભવ કરી શકે છે. મહેસાણામાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે મહિસાગરમાં મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વરસાદની શક્યતા આંશિક છે.
મહેસાણામાં બફારો અકળાવશે
મહેસાણામાં (Mehsana) મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો મોરબીમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો નવસારીમાં મહતમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે.
પોરબંદર અને રાજકોટમાં વાદળછાયું વાતાવરણ
પોરબંદરમાં (Porbandar) મહતમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો રાજકોટમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. વાદળછાયા વાતાવરણમાં બફાર અકળાવી શકે છે. વડોદરા અને વલસાડ અને તાપીમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે વડોદરાનું (Vadodra) તાપમાન મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો વલસાડનું મહતમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.