રાજ્યભરમાં છવાયો વરસાદી માહોલ, રાજ્યના 175 પૈકી 80થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગઈકાલે રાજ્યના 80થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ ગીરસોમનાથના કોડીનારમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યભરમાં છવાયો વરસાદી માહોલ, રાજ્યના 175 પૈકી 80થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ
Gujarat Rains
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jul 07, 2022 | 10:40 AM


Gujarat rains: રાજ્યભરમાં વરસાદી માહોલ (Heavy rain) છવાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે જે પૈકી રાજ્યના 80થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ ગીરસોમનાથના કોડીનારમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સૂત્રાપાડામાં 6.5 ઈંચ, વેરાવળમાં 5.5 ઈંચ વરસાદ તો જૂનાગઢના માંગરોળમાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ, આજથી 10 જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રીએ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજેલી આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા 24 કલાક દરમ્યાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી.

રાહત કમિશનરએ વિગતો આપતાં કહ્યું કે, ગત 24 કલાક દરમ્યાન રાજયમાં ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં 168 મી.મી અને કોડીનાર તાલુકામાં 159 મી.મી વરસાદ નોઘાયેલ છે. જેમાં દેવભુમિ ઘ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 153 મી.મી, જુનાગઢના માંગરોળ તાલુકામાં 119 મી.મી અને મહિસાગરના કડાણા તાલુકામાં 145 મી.મી વરસાદ જેટલો ભારે વરસાદ નોંઘાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વઘુમાં તારીખ 07 થી 10 જુલાઇ સુઘી ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેમાં ગીર સોમનાથ,જુનાગઢ ,દેવભુમી ઘ્વારાકા,સુરત,નવસારી ,વલસાડ,પોરબંદર વિગેરે જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંબંઘે ડીઝાસ્ટર પ્રિપેડનેશ અંગે મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે ન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ ની ટીમ સંબંઘિત જિલ્લાઓમાં ડીપ્લોય કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati