મધદરિયે માછીમારો ગુમ થયાની ઘટના: પાટીલે માછીમારો સ્વસ્થ હોય તેવી કરી પ્રાર્થના, શોધખોળ ચાલુ

Gir Somnath: 2 ડિસેમ્બરે નવાબંદરની બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી સામે આવી હતી. તો સાથે ઘણા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું. આ ઘટનાને લઈને સીઆર પાટીલે માછીમારોની સલામતીની પ્રાર્થના કરી છે.

મધદરિયે માછીમારો ગુમ થયાની ઘટના: પાટીલે માછીમારો સ્વસ્થ હોય તેવી કરી પ્રાર્થના, શોધખોળ ચાલુ
CR Paatil (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 6:50 AM

Gir Somnath: માવઠા વચ્ચે માછીમારો માટે ગીરસોમનાથના દરિયામાં આફત આવી. મધ દરિયે કેટલાક માછીમાર ગુમ (Missing fisherman) થયાના અહેવાલ આવ્યા હતા, સાથે જ ઘણી બોટને નુકશાન થયું હોવાની પણ માહિતી મળી હતી. આ બાદ તંત્રએ યુદ્ધના ધોરણે ગુમ થયેલા માછીમારોની શોધખોળ શરુ કરી દીધી છે. તો ઉનાના નવાબંદરમાં માછીમારો લાપતા થવાની ઘટના બાદ ભાજપપ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (CR Paatil) દુઃખ વ્યક્ત કર્યું હતું. પાટીલે ગુમ થયેલા તમામ માછીમારો સ્વસ્થ હોય તેવી પ્રભુને પ્રાર્થના કરી છે. ત્યારે પાટીલે જણાવ્યું કે ગુમ માછીમારોની શોધખોળ સાથ બચાવ કાર્ય પણ ચાલું છે.

જણાવી દઈએ કે 2 ડિસેમ્બરે નવાબંદરની બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી સામે આવી હતી. તો સાથે ઘણા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી ગઈ છે. આશરે 10 થી 15 માછીમારો પણ લાપતા થયા હોવાની માહિતી સામે આવી હતી. તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટી કરી હતી.

મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે નવાબંદર દરિયા કિનારે ભારે નુકસાન થયું છે. ત્યારે તમામ બોટ કાંઠા પર લાગરેલી હતી. તંત્ર દ્વારા હાલ તમામ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. દરિયે લાગરેલી હોડીઓ આપસમાં ટકરાતા નુકસાન થયાનું કલેકટરે જણાવ્યું છે. ત્યારે 6 થી 8 જેટલા માછીમાર હજુ લાપતા હોવાનું ખુલાસો થયો છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

તો આ ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી હતી. જણાવી દઈએ કે નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની પાંચ બોટમાં રહેલા 14 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓના સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના ઘટી હતી. આ અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને CM એ બચાવ રાહત માટેના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ઘરવામાં આવી હતી. માહિતી પ્રમાણે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર ને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.

આ પણ વાંચો: Mumbai : જો નહિ લો વેક્સિન, તો ભરવો પડશે દંડ ! વેક્સિન અંગે મેયર કિશોરી પેડનેકરે આપ્યુ મોટુ નિવેદન

આ પણ વાંચો: અમદાવાદના રસ્તા પર દોડશે 60 નવી ઇલેક્ટ્રિક BRTS બસો, ચાર નવા રુટ શરૂ કરાયા

g clip-path="url(#clip0_868_265)">