Girsomnath: સોમનાથનો વસ્ત્રપ્રસાદ અને મહાપ્રસાદ પહોંચાડવાનો સેવા રથ 12 જિલ્લામાં પહોંચ્યો

|

Mar 27, 2023 | 9:52 PM

8 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક નવી પ્રથાનો પ્રારંભ કરાયેલો હતો. સોમનાથ મહાદેવને અર્પણ કરેલ વસ્ત્રો અને પ્રસાદ રૂપે સોમનાથના, ચીક્કી અને લાડુ પ્રસાદ સાથે, વડીલો ભાઈઓને પેન્ટ અને શર્ટ પીસ, માતાઓ બહેનોને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

Girsomnath: સોમનાથનો વસ્ત્રપ્રસાદ અને મહાપ્રસાદ પહોંચાડવાનો સેવા રથ 12 જિલ્લામાં પહોંચ્યો

Follow us on

ફાગણ માસની માસિક શિવરાત્રી પર ભાવનગર, મોરબી, પોરબંદર, અને વડોદરા જિલ્લામાં સોમનાથના આશીર્વાદ પહોંચ્યા હતા. 2 માસમાં રાજ્યના 12 જિલ્લામાં વૃદ્ધાશ્રમ, આશ્રમશાળા અને દિવ્યાંગ ગૃહોમાં સોમનાથના આશીર્વાદ પહોંચ્યા હતા. રાજ્ય સરકાર વતી જિલ્લાઓના વહીવટી તંત્રના સહયોગથી અત્યાર સુધીમાં 12 જિલ્લામાં સોમનાથના વસ્ત્ર અને મહા પ્રસાદનું વિતરણ, સમગ્ર ગુજરાતને આવરી લેવાશે.

આ  પણ વાંચો:  Gir somanth: પોસ્ટ દ્વારા 1.40 લાખ ભક્તોના ઘેર પહોંચશે સોમનાથની બિલ્વ પૂજાની પ્રસાદી, અમદાવાદથી રવાના કરવામાં આવ્યો પ્રસાદ

પ્રત્યેક માસમાં રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વસ્ત્ર અને મહા પ્રસાદ વિતરણ કરવાનો સોમનાથ ટ્રસ્ટનો નિર્ધાર અન્ય સંસ્થાઓ માટે અનુકરણીય પહેલ બની છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસની વદ તેરસને માસિક શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શિવરાત્રિના હજારો ભક્તોની મેદની વચ્ચે જ્યોતપૂજન, મહાપૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આ સાથે જ માસિક શિવરાત્રી પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાર્ય કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિ સાથે માનવતાની પૂજા પણ કરી રહ્યું છે.

18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક નવી પ્રથાનો પ્રારંભ કરાયેલ હતો. જેમાં પ્રત્યેક માસિક શિવરાત્રી પર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમ દિવ્યાંગ ગૃહોમાં સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ વસ્ત્ર પ્રસાદ અને સોમનાથ મહાદેવના મહાપ્રસાદ સ્વરૂપે લાડુ અને ચીકીનું વિવિધ જિલ્લાના વહીવટી તંત્રના સહયોગથી વિતરણ કરવામાં આવે છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, પાટણ, મહીસાગર, ખેડા,નર્મદા મળી કુલ 8 જિલ્લામાં વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદ નું વિતરણ કરાયું હતું.

ત્યારે ફાગણ માસની માસિક શિવરાત્રી પર રાજ્યના ભાવનગર, મોરબી, પોરબંદર, અને વડોદરા મળી વધુ 4 જિલ્લામાં આ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. .જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લાઓના કલેક્ટરો અને અધિકારીઓનો સંપર્ક કરીને તેઓને સોમનાથ મહાદેવનો વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદ અગાઉ પહોંચાડવામાં આવ્યો હતો. જેને વદ તેરસ એટલેકે માસિક શિવરાત્રી પર વડોદરા જિલ્લામાં કલેકટર એ.બી.ગોર દ્વારા, ભાવનગર જિલ્લામાં કલેકટર ડી.કે.પારેખ દ્વારા, મોરબી જિલ્લામાં કલેકટર જી. ટી પંડ્યા દ્વારા, તેમજ પોરબંદર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સોમનાથના વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમો, આશ્રમશાળા, અને દિવ્યાંગ ગૃહોમાં એકસાથે સોમનાથ મહાદેવને અર્પણ કરેલ વસ્ત્રો અને પ્રસાદ રૂપે સોમનાથના, ચીક્કી અને લાડુ પ્રસાદ સાથે, વડીલો ભાઈઓને પેન્ટ અને શર્ટ પીસ, માતાઓ બહેનોને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

પ્રત્યેક શિવરાત્રી પર્વ પૂર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને આ માનવતા સભર વસ્ત્રપ્રસાદ સેવાનું આગવું આયોજન કરવામાં આવે છે. અને વસ્ત્ર પ્રસાદ અને સોમનાથ મહાદેવનો ચીકી પ્રસાદ નિયત સ્થળોએ વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં આવે છે.

સોમનાથ ટ્રસ્ટ આગામી સમયમાં પણ પ્રતિમાસ શિવરાત્રી પર રાજ્યના વધુ જિલ્લાઓમાં તંત્ર સાથે સંકલનમાં વસ્ત્ર પ્રસાદ અને મહા પ્રસાદનું વિતરણ કરશે.

વિથ ઇનપુટ:  યોગેશ જોષી, ગીર સોમનાથ ટીવી9

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article