Gir Somnath: વરસાદના રળિયામણાં વાતાવરણમાં વિહાર કરી રહ્યા છે વન્યજીવો, જુઓ ગીરના જંગલનો અદભુત વીડિયો

|

Sep 14, 2022 | 3:59 PM

વન્ય પશુપક્ષીઓ તેમની લાક્ષણિક મુદ્રામાં વીડિયોમાં જોવા મળ્યા હતા. ક્યાંક ગીરના સિંહ અફાટ સૌંદર્ય વચ્ચે ફરતા જોવા મળ્યા હતા તો ક્યાંક વનરાજને પણ ઉંઘ આવતી હોય તેમ બગાસા ખાતે જોવા મળ્યા હતા. તો અન્ય એક દ્રશ્યમાં દીપડો પણ ફરતો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં (Gujarat) ચારે તરફ વરસાદથી વાતાવરણ આહલાદક બની ગયું છે. ત્યારે પ્રવાસીઓ પણ વિવિધ સ્થળોએ ફરવા જઇને રમણિય વાતાવરણને માણી રહ્યા છે. તેવી જ રીતે ગીરના જંગલમાં  (Gir Forest) પ્રકૃતિના ખોળે વસતા જીવો પણ આ વાતાવરણનો આનંદ માણવા નીકળ્યા હોય તેમ નિરાંત અનુભવતા ચોમાસાની (Monsoon) વનરાજીનો આનંદ માણી રહ્યા છે. દેવળીયા પાર્ક અને આસપાસના જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે અદભુત કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળી રહ્યો છે.

હાલમાં  દેવળિયા પાર્ક બંધ છે

હાલમાં દેવળિયા પાર્ક પ્રવાસીઓ માટે બંધ છે કારણ કે ચોમાસાની સિઝન દરમિયાન વન્ય જીવોનો મેટિંગ પિરિયડ હોય છે. પ્રાણીઓના પ્રજનન કાળ એટલે કે સંવનન કાળને કારણે 16 જૂનથી આગામી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ  રાખવામાં આવે છે આ સમય ખાસ કરીને સિંહો માટેનો આ મેટિંગ પિરિયડ ગણાય છે ત્યારે તેમને કોઈ ખલેલ ન પહોંચે તે માટે ચાર મહિના માટે અભિયારણ્ય બંધ રાખવામાં આવે છે. ત્યારે હાલમાં જંગલાના પશુઓ મોજથી ફરી રહ્યા છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વન્ય પ્રાણીઓની જોવા મળી લાક્ષણિક મુદ્રાઓ

આવા સમયે વન્ય પશુપક્ષીઓ તેમની લાક્ષણિક મુદ્રામાં  વીડિયોમાં જોવા મળ્યા હતા. ક્યાંક ગીરના સિંહ અફાટ સૌંદર્ય વચ્ચે ફરતા જોવા મળ્યા હતા તો ક્યાંક વનરાજને પણ ઉંઘ આવતી હોય તેમ બગાસા ખાતે જોવા મળ્યા હતા. તો વળી હરણના ટોળેટોળા લીલી નવરાજીમાં ફરી રહ્યા હતા. તો અન્ય એક દ્રશ્યમાં દીપડો પણ ફરતો જોવા મળી રહ્યો છે. કોઈ સ્થાનિક અથવા તો મુલાકાતીએ વીડિયોમાં વન્ય જીવોના વિવિધ મિજાજને ઝીલી લીધા છે અને આ વીડિયો તે જોવા મળી રહ્યો છે.

અગાઉ પણ  સિંહોના વીડિયો થયો હતો વાઇરલ

ચોમાસા દરમિયાન સિંહ પરિવાર વાતાવરણની મોજ માણી રહ્યો હોય તેવો પણ વીડિયો વાઇરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે સિંહ પરિવાર ટોળા સાથે પોતાના જંગલમાં  ફરી રહ્યા છે તો સિંહબાળ પણ  નાના બાળકની જેમ જ રમતે ચઢયા હોય તેમ  મસ્તીના મૂડમાં પોતાના પિતા સાથે  મસ્તી કરી રહ્યું હતું. લોકોને આ ક્યૂટ સિંહબાળનો વીડિયો ખૂબ જ ગમ્યો હતો. ચોમાસા  દરમિયાન જંગલ વિસ્તારમાં પાણી તેમજ ઘાસચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યારે શાકાહારી પ્રાણીઓ જેવા કે હરણ, સાબર, નીલગાય પણ ખુલ્લા મેદાનમાં જોવા મળી રહ્યા છે.

Next Article