Gir SOMNATH : પ્રોટોકોલ મુજબ મહેમાનગતિ માણવી છત્તીસગઢના બે વકીલોને ભારે પડી, બંને હાલ જેલના સળિયા પાછળ

|

Dec 29, 2021 | 12:28 PM

પ્રોટોકોલની માગ કરનાર છત્તીસગઢના વકીલ શરદ પાંડે અને જય પ્રકાશ પાંડે બન્ને સગાભાઈ કે જેવો દ્વારકા ખાતે પણ protocol મુજબ મહેમાનગતિ માણી ચૂક્યા હતા. અને માત્ર 24 સો રૂપિયા બાબતે માથાકૂટ કરતા ત્યાં અયોગ્ય જજને ન છાજે તેવૂ વર્તન કર્યું હતું.

Gir SOMNATH : પ્રોટોકોલ મુજબ મહેમાનગતિ માણવી છત્તીસગઢના બે વકીલોને ભારે પડી, બંને હાલ જેલના સળિયા પાછળ
છત્તીસગઢના વકીલો જેલના સળિયા પાછળ

Follow us on

Gir SOMNATH :  નાતાલની રજાઓમાં સોમનાથમાં ભારે ભાવિકો ઉમટતા હોય છે. ત્યારે પ્રોટોકોલ માટે નકલી ઓળખ ઊભી કરી મોદીજી અને અમીત શાહના નજીકના પરીચીત બતાવી અને મહેમાનગતિ માણવા જતા છત્તીસગઢના બે વકીલ યુવાનો જેલના સળીયા પાછળ ધકેલાયા છે. તો આ આરોપીઓ દ્વારકામાં પણ રૂઆબ સાથે મફતની મહેમાનગતિ માણી આવ્યા હતા. પ્રભાસ પાટણ પોલીસે બન્નેને ઝડપી લીધા છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના પ્રાંત અધિકારી સરયુ જનકાતને ફોન આવેલો કે અમો હાઇકોર્ટના જજ સાથે સોમનાથ આવી રહ્યા છીએ. હું આઇ.એ.એસ અધિકારી શરદ પાંડે બોલું છું. અને જજ સાહેબ સહિતના મહેમાનોને સોમનાથ, દીવ અને સાસણગીર સહિત વિસ્તારમાં આવવાનું હોય તેમને રહેવા જમવા સહિત protocol ની વ્યવસ્થા કરજો. ત્યારે આવા protocol સરકાર દ્વારા કલેકટર અથવા એસપી કક્ષાએથી ફેક્સથી આવતા હોય છે. પરંતુ સીધો જ આવો ફોન આવતા પ્રાંત અધિકારીએ કલેક્ટરને આ બાબતની જાણ કરી હતી.

ત્યારે આ પ્રોટોકોલની માંગ કરનાર છત્તીસગઢના વકીલ શરદ પાંડે અને જય પ્રકાશ પાંડે બન્ને સગાભાઈ કે જેવો દ્વારકા ખાતે પણ protocol મુજબ મહેમાનગતિ માણી ચૂક્યા હતા. અને માત્ર 24 સો રૂપિયા બાબતે માથાકૂટ કરતા ત્યાં અયોગ્ય જજને ન છાજે તેવૂ વર્તન કરેલ, જેથી દ્વારકા એસડીએમએ વેરાવળ એસડીએમ સરયૂ જણકાતને આ વીગત જણાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેકટર એસ.પી વગેરેએ આ લોકો સોમનાથ મંદિરે પહોંચતાં તેમની પૂછપરછ શરૂ કરેલી તેમની પાસેથી ઓળખકાર્ડ માગતાં, તેમની પાસે આધાર પુરાવા કે સંતોષકારક જવાબ ન મળતા અને પોલીસની પ્રાથમિક તપાસમાં શરદ પાંડે પાસેથી પી.એસ.આઇનું ઓળખ કાર્ડ મળી આવતા પોલીસે ગુનો દાખલ કરી અને બંનેની ધરપકડ કરી હતી. અને બન્નેને સાત દિવસના રિમાન્ડ માટે વેરાવળ કોર્ટમાં રજુ કર્યા છે.

પ્રભાસપાટણ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરતાં આ અગાઉ તેમણે અન્ય જગ્યાએ છેતરપિંડી કરી છે કે કેમ ? તેમજ તેઓ છત્તીસગઢના જે મહિલા મેજિસ્ટ્રેટ કે જેવો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ હોય જેને હાઇકોર્ટના જજ બતાવી અને સરકારી protocol નો  દુરુપયોગ કરી રહ્યા હોય તે તમામ પાસાઓની હાલ ગીર સોમનાથ જિલ્લા પોલીસ તપાસ ચલાવી રહી છે. આ બનાવે વહીવટી અને પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જગાવી છે.

Next Article