Gir Somnath: ધાવા ગામે તાંત્રિક વિધિના નામે 14 વર્ષની કિશોરીની હત્યાને પગલે લોકોમાં આક્રોશ

|

Oct 15, 2022 | 11:11 PM

Gir Somnath: ગીર સોમનાથના ધાવા ગામે તાંત્રિક વિધિના નામે 14 વર્ષિય દીકરીની હત્યાને પગલે સર્વ સમાજના લોકોમાં આક્રોષ ફેલાયો છે. તાલાલા ખાતે આસપાસના ગામના લોકોએ મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

Gir Somnath: ધાવા ગામે તાંત્રિક વિધિના નામે 14 વર્ષની કિશોરીની હત્યાને પગલે લોકોમાં આક્રોશ
ગીર સોમનાથ

Follow us on

ગીર-સોમનાથ (Gir Somnath) ના ધાવા ગામે તાંત્રિક વિધિના નામે 14 વર્ષીય દીકરીની હત્યાને પગલે સર્વ સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો છે. તાલાલા ખાતે આસપાસના ગામના લોકોએ મોટી સંખ્યામાં આક્રોશ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. સ્થાનિકોએ તાંત્રિકવિધિ અંગેની વિગતવાર તપાસ સીબીઆઈ (CBI) પાસે કરાવવાની માગણી કરી. આ ચકચારી કેસમાં સ્થાનિકોએ સંડોવાયેલા વધુ આરોપીઓને ઝડપી કડક સજા કરાવવાની માગ કરી. અંધશ્રદ્ધાના ખપ્પરમાં કોઈ પણ સમાજની દીકરીની હત્યા (Murder) ન થાય તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવાની પોલીસે પણ ખાતરી આપી છે.

આ ચકચારી ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. માસૂમ દીકરીની હત્યાને કેવી રીતે અંજામ અપાયો તેના પર નજર કરીએ તો 14 વર્ષીય ધૈર્યાને વળગાડ હોવાની આંશકાને પિતા જૂનાં કપડાં સાથે વાડીએ લઈ ગયા હતા.અને ત્યારબાદ કપડાં તથા અન્ય સામાન સળગાવી બે કલાક સુધી માસૂમને નજીક ઊભી રાખી હતી.જેને કારણે માસૂમના પગમાં તથા હાથમાં ફોડલા પડવા લાગતાં રાડો પાડી હતી. ત્યારે માસૂમને ધમકાવી શાંત કરી હતી. બાદમાં એ જ દિવસે આખી રાત વળગાડ કાઢવા માટેની વિધિ કરી હતી. ત્યાર પછી બીજા દિવસે ધૈર્યાને લાકડી અને વાયર વડે માર મારી માથાના વાળમાં ગાંઠો મારી લાકડી બાંધી હતી..7 દિવસ સુધી માસૂમ દીકરીને ખાવા-પીવાનુ કે પાણી આપ્યું નહોતું..જેથી માસૂમનું મોત થયું હતુ

આ ઘટનામાં ગીર સોમનાથ પોલીસે સુરતથી સાહિબ રાવ વાનખેડે નામના શખ્સની અટકાયત કરી છે. આ શખ્સે હત્યારા પિતાને તાંત્રિક વિદ્યા શીખવી હોવાની આશંકા છે. હત્યારા ભાઈએ આ અંગેની કબુલાત કરી છે. અગાઉ LCB પોલીસે ભરૂચ પાસેથી એક તાંત્રિકની અટકાયત કરી હતી. 14 વર્ષિય ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ પિતા અને તેના મોટા બાપુજીએ જ મોતને ઘાટ ઉતારી હોવાનો ખૂલાસો થયો છે. આટલી મોટી ઘટનામાં હત્યારા પિતાએ દીકરીના મોત બાદ તેના અંતિમ સંસ્કાર કર્યા બાદ જ તેના પિતાને જાણ કરી હતી અને ચેપી રોગથી મોત થયુ હોવાનું કુટુંબીજનોને જણાવ્યુ હતુ. આ ઘટસ્ફોટ બાદ માસૂમ દીકરીના નાનાએ જમાઈ અને મોટાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ દીકરીના પિતા અને મોટા બાપુજી પોલીસ સકંજામાં છે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Next Article