Girsomnath: શ્રાવણ પૂર્ણતાના આરે, વદ તેરસની મધ્યરાત્રિએ મહાઆરતીમાં સામેલ થયા ભાવિકો

|

Aug 26, 2022 | 5:38 PM

મહાદેવજીની તેરસની પૂજાનું ઘણું માહાત્મય છે ત્યારે સોમનાથ મંદિરના  (Somnath Mandir) દ્વારા ભાવિકો માટે મધ્યરાત્રિ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા. અને ભાવિકોએ મોડી રાત સુધી દેવાધિદેવના દર્શન કર્યા હતા. તથા મધ્યરાત્રિએ કરવામાં આવેલી મહાઆરતીનો પણ લાભ લીધો હતો

Girsomnath: શ્રાવણ પૂર્ણતાના આરે, વદ તેરસની મધ્યરાત્રિએ મહાઆરતીમાં સામેલ થયા ભાવિકો
જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે વદ તેરસની મધરાતે થઈ વિશેષ પૂજા અને આરતી

Follow us on

પવિત્ર શ્રાવણ (Shravan Mass) માસ હવે પૂર્ણતાને આરે છે ત્યારે ત્યારે શ્રાવણ વદ તેરસની તિથિએ સોમનાથ મંદિર ખાતે  (Somnath Mandir ) દેવાધિદેવની મહાઆરતી કરવામાં આવી હતી. મધ્યરાત્રિએ સોમનાથા દાદા સમક્ષ દીપ પૂજન કરવામાં આવ્યું હતું તેમજ મહા આરતી (Maha Aarti) પણ કરવામાં આવી હતી.

મધરાત્ સુધી ખુલ્લા રહ્યા મંદિરના દ્વારા

મહાદેવજીની તેરસની પૂજાનું ઘણું માહાત્મય છે ત્યારે સોમનાથ મંદિરના  (Somnath Mandir) દ્વારા ભાવિકો માટે મધ્યરાત્રિ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા. અને ભાવિકોએ મોડી રાત સુધી દેવાધિદેવના દર્શન કર્યા હતા. તથા મધ્યરાત્રિએ કરવામાં આવેલી મહાઆરતીનો પણ લાભ લીધો હતો.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મહાઆરતીના દર્શન કરીને ધન્યતા અનુભવતા ભક્તજનો

મહાઆરતીના દર્શન કરીને ધન્યતા અનુભવતા ભક્તજનોએ પોતાની લાગણી પ્રદર્શિત કરતા જણાવ્યું હતું કે અરબી સમુદ્રના સાનિધ્યમાં મધરાતે દેવાધિદેવના આરતીના દર્શન કરીને તેઓને અવિસ્મરણિય સ્મૃતિ મળી હતી.

સોશ્યિલ મીડિયામાં પણ સોમનાથ દર્શનમાં રહ્યું મોખરે

સોમનાથ મંદિરે  પ્રતિ વર્ષ લાખો દર્શનાર્થીઓ દર્શનાર્થે આવે છે, પરંતુ દર્શન કરનારા કરોડોની સંખ્યામાં છે. વિશ્વના 45 જેટલા દેશોમાં તેમજ પ્રતિ માસ કરોડો ભાવિકો સોશિયલ મીડિયાના (Social Meadia) માધ્યમથી સોમનાથ મંદિરના દર્શન કરે છે. 2015 થી સોશિયલ મીડિયા દ્વારા ઈ-દર્શનની વ્યવસ્થા શરૂ કરાઈ છે. ભકતો ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબના માધ્યમથી દર્શન કરે છે વર્ષ 2021 માં સોમનાથના સોશિયલ મીડિયા 77 કરોડ 79 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો. ગત જુલાઇ 2022માં 9 કરોડ 68 લાખ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મીરરલેસ ટેકનોલોજી વાળા કેમેરાથી (Camera) મંદિરનું સોશ્યિલ મીડિયા કન્ટેન્ટ તૈયાર કરાય છે. આ અત્યાધુનિક કીટમાં ફૂલ ફ્રેમ મીરરલેસ કેમેરા, હાઈટેક ગીંબલ, ટ્રાઈપોડ ફોકસ લાઇટ્સ, ગ્રીન સ્ક્રીન, સહિતના ઉપકરણ વસાવાયા છે જેનાથી ભક્તોને સોશ્યલ મીડિયા પર હાઇ ડેફિનેશન ફોટો અને વીડિયો મળે છે.

Somnath ટ્રસ્ટ બિલીપત્ર ઉછેરમાં આત્મનિર્ભર બન્યું

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને શ્રાવણ  માસમાં અસંખ્ય બીલીપત્ર (Billipatra) ચડાવાય છે સોમનાથ ટ્રસ્ટ તે બાબતે પણ આત્મનિર્ભર બન્યું છે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત બિલ્વવન મા હજારો બિલ્વપત્રના ઝાડ નો ઉછેર કરાયો છે જેમાંથી જ ભક્તિમય કાર્યશૈલીથી બીલીપત્રો ભગવાન સોમનાથને રોજ ચડાવાય છે. સોમનાથ મહાદેવની પૂજા માટે રોજ લાખો બિલ્વપત્રોની માંગ રહેતી હોય છે જેમા પણ સોમનાથ ટ્રસ્ટ આત્મનિર્ભર બની અને બે સૂંદર બીલ્વવનો બનાવાયા છે.જેમા ઘટાટોપ જંગલ સમા બીલ્વઝાડ નો ઊછેર કરાયો છે.

વિથ ઇનપુટ ક્રેડિટ, યોગેશ જોષી , ગીર સોમનાથ

Published On - 5:16 pm, Fri, 26 August 22

Next Article