Surat માં આજથી બે દિવસ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ, જુઓ Video

સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાનો લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત અંદાજે બે લાખ ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 7:47 AM

Surat : સુરતમાં(Surat) બાબા બાગેશ્વર(Baba Bageshwar)  ધામ સરકારના આજથી બે દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે. આ સમારોહ માટે વિશાળ મંચ, ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં બે લાખથી વધુ લોકો જોડાય તેવો આયોજકોનો દાવો છે. સાંજે બાબાનો દિવ્ય દરબાર શરૂ થશે.

હિંદુ રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિની એકતા અંગે સંબોધન કરશે

આ દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વર હિંદુ રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિની એકતા અંગે સંબોધન કરશે. બાબા બાગેશ્વરે અયોધ્યા મંદિર બાદ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિને લઈ હુંકાર કર્યો છે. તો 27મેએ બાબા બાગેશ્વરની કથા અને ભભૂતી વિતરણનો કાર્યક્રમ થવાનો છે.

બાબાની વાય કેટેગરીની સુરક્ષાને જોતા મંચ આસપાસ પોલીસનો ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે

આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના સ્થળ અને તેની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હિંદુ સંગઠનોના હજારો સ્વયંસેવકો કાર્યક્રમ સ્થળની અંદર અને બહાર ટ્રાફિકથી લઈ અન્ય વ્યવસ્થાઓમાં સહકાર આપશે. તો બાબાની વાય કેટેગરીની સુરક્ષાને જોતા મંચ આસપાસ પોલીસનો ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે. દક્ષિણ ઝોન અને સુરતના વરિષ્ઠ અધિકારીઓ સતત વ્યવસ્થાઓ પર ચાંપતી નજર રાખશે. બાબાના દિવ્ય દરબારમાં રાજકીય અને ઉદ્યોગ જગતની મોટી હસ્તિઓ પણ હાજરી આપવાની છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ ઉપરાંત અંદાજે બે લાખ ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત

સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાનો લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત અંદાજે બે લાખ ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે. બાબાના દિવ્ય દરબારમાં એક JCP, બે DCP, 4 ACP સહિતના વરિષ્ઠ અધિકારીઓ દેખરેખ રાખશે. દિવ્ય દરબાર પહેલા બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ શો યોજે તેવી શક્યતા છે. આ રોડ-શોમાં પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">