કોડીનારમાં અચાનક વરસાદથી માર્કેટ યાર્ડ બહારનો મગફળીનો જથ્થો પાણીમાં પલળ્યો
ગીર સોમનાથનાકોડીનારમાં પડેલા અચાનક વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. જેમાં અચાનક વરસાદથી માર્કેટયાર્ડમાં ખુલ્લી પડેલી મગફળીનો મોટો જથ્થો પાણીમાં પલળ્યો છે.
ગુજરાતમાં(Gujarat) ચોમાસું( Monsoon)વિદાય લઇ રહ્યું છે. જેમાં હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આ દરમ્યાન ગીર સોમનાથના(Gir Somnath)કોડીનારમાં પડેલા અચાનક વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. જેમાં અચાનક વરસાદથી માર્કેટયાર્ડમાં ખુલ્લી પડેલી મગફળીનો( Groundnut) મોટો જથ્થો પાણીમાં પલળ્યો છે. જેના લીધે હવે ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી મગફળીના ટેકાના ભાવ માટે 1 લાખ 10 હજાર 243 રજિસ્ટ્રેશન થયા છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 26998 અને ગીર સોમનાથમાં 23745 રજિસ્ટ્રેશન થયા છે. સૌથી ઓછા અમદાવાદ, આણંદ, પાટણમાં 1-1 રજિસ્ટ્રેશન થયું છે.
કોરોના વચ્ચે અતિવૃષ્ટિના કારણે ચાલુ વર્ષે વાવેતર વિસ્તાર ઘટવાની સાથે પાકના ઉત્પાદન ઉપર પણ તેની અસર પડી છે. ખેડૂતોને વાવેતરમાં બીયારણ તથા પાણી, વીજળી સહિતના અન્ય ખેતીના ખર્ચા જ નિકળી શકે તેમ નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે.
આ માટે ૧ ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના દરેક ગામના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે પણ ખેડૂતો નિઃશુલ્ક ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. ત્યાર બાદ ખેડૂતોને ટોકન આપવામાં આવશે.જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે ખેડૂતો રજીસ્ટ્રેશન માટે એપીએમસી ઉપરાંત ગ્રામ સેવક અથવા તાલુકા વિસ્તરણ અધિકારીનો પણ સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો : શિવાંશને બાળ વિકાસ ગૃહમાં મુકવામાં આવ્યો, ભાવસભર દ્રશ્યો સર્જાયા
આ પણ વાંચો : અમદાવાદના વસ્ત્રાપુરના NFD સર્કલ પાસે હીટ એન્ડ રનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા