શિવાંશને બાળ વિકાસ ગૃહમાં મુકવામાં આવ્યો, ભાવસભર દ્રશ્યો સર્જાયા
શિવાંશની બે દિવસથી સારસંભાળ લેનારા સ્થાનિક કોર્પોરેટર સહિત તમામ લોકો સાથે સારો નાતો બની ગયો હતો.જ્યારે બાળકને શિશુ ગૃહમાં મુકવામાં આવતા તેઓમાં ગમગીની જોવા મળી હતી.
ગાંધીનગરના(Gandhinagar)સ્વામિનારાયણ ગૌ શાળામાંથી મળી આવેલો શિવાંશ (Shivansh)બે દિવસમાં સમગ્ર ગુજરાતનો(Gujarat)લાડકવાયો બની ગયો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બે દિવસ બાળક શિવાંશની દેખરેખ કર્યા બાદ તેને ઓઢવ બાળ વિકાસ ગૃહમાં મુકવામાં આવ્યો છે.જેથી બાળકની બે દિવસથી સારસંભાળ લેનારા સ્થાનિક કોર્પોરેટર સહિત તમામ લોકો સાથે સારો નાતો બની ગયો હતો.જ્યારે બાળકને શિશુ ગૃહમાં મુકવામાં આવતા તેઓમાં ગમગીની જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે આ રાજયની મહાનતા છે કે આ બાળક શિવાંશને તેના પિતાએ તરછોડી દીધું, પણ આખું રાજ્ય તેના માતાપિતા બનવા માટે તૈયાર છે. શિવાંશની હવે કોને સોંપવામાં આવશે તેની માહિતી આપતા તેમણે કહ્યું કે શિવાંશને તેના પિતાના પિતા એટલે કે સચિન દીક્ષિતના પિતાને સોંપવામાં આવશે.
જો તેઓ સારી રીતે શિવાંશને સાચવી ન શકે તો કાયદાકીય રીતે બાળકની સુરક્ષા અને બાળકના ભવિષ્યની જવાબદારી અમારા પર છે.તેમણે કહ્યું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સૂચનાથી આ બાળકનું ભવિષ્ય વધુમાં વધુ મજબૂત રહેશે.
ઉલ્લેખનીય છે કે શિવાંશના પિતા સચિન દીક્ષિતને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે. શિવાંશને તરછોડ્યા પહલે સચિન દીક્ષિતે તેની પ્રેમિકા અને શિવાંશની માતા મહેંદીની વડોદરામાં ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. શિવાંશની માતા મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાયો છે.
હિનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી. સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી છે. વડોદરામાં તપાસ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિતને લઇને ગાંધીનગર માટે રવાના થઇ હતી.
આ પણ વાંચો : Surat : ગરબે ઘુમતા પહેલા મહાનગરપાલિકાની આરતી, કહેવુ પડશે કે માડી મેં વેક્સીન લીધી
આ પણ વાંચો : વડોદરાના સાવલીમાં પાણીની ટાંકી તૂટી પડતાં બે શ્રમિક મહિલાના મોત