અમદાવાદના વસ્ત્રાપુરના NFD સર્કલ પાસે હીટ એન્ડ રનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના NFD સર્કલ પાસે હીટ એન્ડ રન કેસની પોલીસ તપાસમાં મહિલા ચાલક પલક ખંડેલવાલ હોવાનું સામે આવ્યું હતુ.હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના(Ahmedabad) વસ્ત્રાપુર વિસ્તારના NFD સર્કલ પાસે હીટ એન્ડ રનની(Hit And Run) ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં મહિલાએ પુર ઝડપે કાર ચલાવી બાઇક પર સવાર બે લોકોને અડફેટે લીધા હતા.પોલીસ તપાસમાં મહિલા ચાલક પલક ખંડેલવાલ હોવાનું સામે આવ્યું હતુ.હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના NFD સર્કલ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં મહિલા કાર ચાલકે બાઇક પર સવાર બે લોકોને અડફેટે લીધા હતા. બાઇક પર સવાર બંને લોકોને ઇજા થતાં સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો અકસ્માત સર્જી કાર છોડીને ભાગી ગયેલી મહિલાની શોધખોળ શરૂ કરાઇ છે.

આ મહિલા વિરુદ્ધ ટ્રાફિક A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.. પોલીસે ફરિયાદ નોંધી અને cctv મેળવવા સહિતની તપાસ શરૂ કરી હતી. તો આ તરફ કાર ચાલક મહિલા બિલ્ડરની પુત્રી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે રોડ પર પૂરઝડપે ચલાવાતી કારના પગલે હિટ એન્ડ રનના કેસ અનેક વાર જોવા મળી રહ્યા છે. જેમાં હવે સીસીટીવીના આધારે આરોપીની અટકાયત કરવી સરળ બની છે. જો કે તેમ છતાં આ ગુનાઓની સંખ્યાના ઘટાડો થતો જોવા નથી મળ્યો.

આ પણ વાંચો :  વડોદરાના સાવલીમાં પાણીની ટાંકી તૂટી પડતાં બે શ્રમિક મહિલાના મોત

આ પણ વાંચો : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની જનઆશીર્વાદ યાત્રામાં હર્ષભેર જોડાયું સુરત: શિવાંશ કેસ બાબતે મંત્રીએ કહી આ વાત

Click on your DTH Provider to Add TV9 Gujarati