Gir Somnath: સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ભાષાનો નહીં રહે બાધ, સરકાર દ્વારા પ્રવાસીઓ માટે દુભાષિયાઓની વ્યવસ્થા કરાઇ
Gir somnath: "એક ભારત શ્રેષ્ઠ ભારત" ની સંકલ્પનાને પૂર્ણ કરવા આજથી શરુ થનાર "સૌરાષ્ટ્ર તમિલ સંગમ" કાર્યક્રમને ખરા અર્થમાં વતન અને સંસ્કૃતિ સાથે જોડાયેલી સંવેદનાઓની અનુભૂતિ કરાવવા સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ અને નક્કર પગલાંઓ લેવામાં આવ્યા છે.
ગુજરાત અને તમિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” દરિયાકિનારે યોજાવાનો છે. ત્યારે મૂળ સૌરાષ્ટ્રના અને તમિલનાડુ સ્થાયી થયેલા બંધુ-ભગીનીઓને આવકારવા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ છે. ખાસ “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની સંકલ્પનાને પૂર્ણ કરવા આજથી શરુ થનાર “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમને ખરા અર્થમાં વતન અને સંસ્કૃતિ સાથે જોડાયેલી સંવેદનાઓની અનુભૂતિ કરાવવા સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ અને નક્કર પગલાંઓ લેવામાં આવ્યા છે.
જેમાનું એક પગલું એટલે તમિલનાડુથી આવનાર પ્રવાસીઓ સોમનાથ આવે ત્યારે ભાષાને કારણે કોઈ તકલીફ ના અનુભવે તે માટે સરકાર દ્વારા સરકારી વિભાગોમાં લાંબા સમયથી ફરજ બજાવતાં મૂળ તમિલ લોકોને દુભાષિયા/ઇન્ટરપ્રિટરની ફરજ સોંપવામાં આવી છે.
આંખોમાં ચમક અને હૈયામાં આત્મજનોની આવકાર માટે ઉત્સાહથી રાહ જોતા મૂળ તમિલનાડુના કન્યાકુમારીના એમ.એ.શાહજી છેલ્લા 21 વર્ષથી વેરાવળમાં રહીને કેન્દ્ર સરકારના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજીમાં ફિશરીઝ આસિસ્ટન્ટ તરીકે પોતાની ફરજ બજાવે છે, અને ઈન્ટરપ્રિટર તરીકે પણ ફરજ બજાવશે. જેમણે ઉમેર્યુ હતું કે, “પિછલે 21 સાલ સે વેરાવળ હું, તો અભી ઐસા લગ રહા હૈ કી સૌરાષ્ટ્ર હી મેરા નેટિવ હો ગયા હૈ…”સૌરાષ્ટ્ર તમિલ સંગમ” મે મેરે તમિલ ભાઈ – બહન આ રહે હૈ તો મે કાફી ખુશ હું કી કે અપને લોગો સે મિલુંગા… મુજે ઇન્ટરપ્રિટર બનને કી ડ્યુટી મિલના મેરે લિયે ખુશ કિસ્મત કી બાત હૈ, યે કામ કર કે મુજે સુકુન મિલેગા ઔર પુરે દિલ સે કરુંગા.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક દેશમાં રહીએ છીએ તો એક સાથે જ રહેવું જોઈએ. ઇન્ટરપ્રિટરની ડ્યુટી કરતા મને ખૂબ આનંદ આવશે. હું મારાથી બનતા પ્રયાસો કરીશ કે તમિલનાડુથી આવેલ પ્રવાસીઓને મદદરૂપ બની શકું. તેઓ સાથે માતૃભાષામાં વાતચીત કરવા અને મળવા હું પણ ખૂબ ઉત્સાહમાં છું.
આ પણ વાંચો: Gujarati Video: ભાવનગર ડમીકાંડની તપાસ માટે SITની કરાઈ રચના, PSIની ટ્રેનિંગ લેતા સંજય પંડ્યાની કરાઈ અટકાયત
હું જ્યારે 21 વર્ષ પહેલાં વેરાવળ આવ્યો, ત્યારે શરૂઆતમાં ભોજન અને ભાષાને લઈને થોડી તકલીફ થતી હતી, પરંતુ ધીમે ધીમે બધું સેટ થઈ ગયું. અહીં બધાનો સહયોગ પણ ખૂબ સારો મળ્યો છે. ધીમે ધીમે હિન્દી અને થોડી ગુજરાતી ભાષા બોલતા આવડી ગઇ છે. વતન તમિલનાડુમાં પહેલા એક મહિનાની રજા લઈને જતા હવે દસ દિવસની રજા લઈને જઈએ છીએ તો પણ એમ થાય કે જલદી વેરાવળ પાછા ફરીએ. હવે તો સૌરાષ્ટ્ર જ મારી જન્મભૂમિ છે એવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ખરેખર બે સંસ્કૃતિ અને લોકોને એકબીજા સાથે જોડવાનું ભગીરથ કાર્ય છે. આ કાર્યક્રમથી બંને રાજ્યોનું જોડાણ વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ એમ.એ.શાહજીએ વ્યક્ત કર્યો હતો. (ઇનપુટ ક્રેડીટ-યોગેશ જોશી)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…