AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath: શ્રાવણ માસમાં સોમનાથમાં ધ્વજાપૂજનનું છે ખાસ શાસ્ત્રોક્ત મહત્વ, એક દશકા બાદ આવતા અધિક શ્રાવણને લઈને સોમનાથમાં વિશેષ તૈયારીઓ

Gir Somnath: શ્રાવણ માસમાં સોમનાથમાં ધ્વજાપૂજનનું અધિક મહત્વ છે. સોમનાથમાં આ વખતે શ્રાવણ અને અધિક શ્રાવણને એકીસાથે આવતા હોવાથી યાત્રીઓની સંખ્યામાં અનેકગણો વધારો થવાની સંભાવના છે. 60 દિવસનો શ્રાવણ હોવાથી મહાદેવની ધ્વજા પૂજા અગાઉના વર્ષો કરતા વધુ નોંધાવાની સંભાવના છે.

Gir Somnath: શ્રાવણ માસમાં સોમનાથમાં ધ્વજાપૂજનનું છે ખાસ શાસ્ત્રોક્ત મહત્વ, એક દશકા બાદ આવતા અધિક શ્રાવણને લઈને સોમનાથમાં વિશેષ તૈયારીઓ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 8:18 PM
Share

Gir Somnath: એક દાયકા પછી આ વખતે અધિક શ્રાવણ અને શ્રાવણ એમ બમણો શિવોત્સવ આવી રહ્યો છે. શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના દર્શને લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને મોટી સંખ્યામાં મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે. તેમાં પણ ભાવિકોની સૌથી પ્રિય પૂજા એટલે સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા. ત્યારે 60 દિવસનો શ્રાવણ હોય મહાદેવની ધ્વજા પૂજા અગાઉના વર્ષો કરતા વધુ નોંધાવાની સંભાવના છે. જેને લઇને ટ્રસ્ટે આગવી તૈયારીઓ કરી મોટીમાત્રામાં ધ્વજા પૂજા થઈ શકે તેવી પૂરતી તૈયારીઓ કરવાનો નિર્ણય કર્યો છે.

ધ્વજાનું શાસ્ત્રોકત મહત્વ

ધ્વજા પૂજા ભક્તોનું કલ્યાણ કરવાની સાથે તેમના પિતૃઓને સદગતિ આપે છે. ધ્વજા પૂજા કરવાથી ભક્તની યશ, કીર્તિ, અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. ધ્વજા કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે જેથી જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ પણ ધ્વજા પૂજા અતી મહત્વની અને પુણ્યદાયક માનવામાં આવે છે.

ધ્વજાનો ઈતિહાસ

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામસાહેબ દ્વારા 13 મે 1965 ના રોજ મધ્યાહને 12:30 કલાકે કૌશેય ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું.

ધ્વજાનું બંધારણ અને પદ્ધતિ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની ધ્વજા એકંદરે 21 મીટરની હોય છે. જેમાં મહાદેવનું ત્રિશૂળ અને નંદીજી બિરાજમાન હોય છે. આ ધ્વજા મંદિરના મુખ્ય શિખર પર 155 ફૂટની ઊંચાઈ પર ફરકાવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા તાલીમ અપાયેલ કર્મચારીઓ શિખરથી નીચે સુધી બંધાયેલ દોરડા અને સેફ્ટી બેલ્ટ સાથે શિખર પર ચડીને ધ્વજારોપણ છે. ભક્તો પોતાના હાથે ધ્વજા શિખર પર ચડાવી શકે તેના માટે ટ્રસ્ટ સ્વહસ્ત ધ્વજા રોહણ સેવા આપે છે. જેમાં ભક્તો ધ્વજને પાત્રમાં મૂકીને દોરડા વડે ઉચ્ચાલન કરીને ધ્વજને શિખર પર પહોંચાડે છે.

ધ્વજા નિર્માણ કરનાર

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર માટેની ધ્વજાઓ સ્થાનિક મધ્યમવર્ગીય મહિલાઓ પાસે ધ્વજા નિર્માણ કરાવવામાં આવે છે. હાલમાં સ્થાનિક મહિલાઓ ધ્વજાનું નિર્માણ કરી રોજગાર મેળવીને આત્મનિર્ભર બન્યા છે. 3 પેઢીથી આ પરિવાર ધ્વજા નિર્માણનું કાર્ય કરી રહ્યો છે. તેઓ કહે છે કે ધ્વજા નિર્માણ એ માત્ર કામ નહિ પરંતુ સાધના છે અને સોમનાથ ટ્રસ્ટ દેશ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપીને તીર્થનો કાયાકલ્પ કર્યો છે.

અધિક શ્રાવણ અને શ્રાવણ માટે બમણી તૈયારીઓ

સોમનાથ ખાતે દર્શન કરવા આવનાર ભક્તો વિશેષ રૂપે ધ્વજા પૂજા કરી પોતાના પરિવાર તેમજ પૂર્વજોના ઉદ્ધારની પ્રાર્થના કરતા હોય છે. અધિક શ્રાવણ અને શ્રાવણ બંને માસમાં અત્યાર સુધીના તમામ શ્રાવણ માસથી વધુ દર્શનાર્થીઓ આવવાનો અને ધ્વજા પૂજા સહિતની પૂજાઓ વધુ માત્રામાં નોંધવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.

આ પણ વાંચો : Gir Somnath: વેરાવળ ખાતે ભાનુબેન બાબરીયાએ 7 કરોડના ખર્ચે કન્યા કુમાર છાત્રાલયનું કર્યુ લોકાર્પણ, ઉનામાં કન્યા છાત્રાલયનું કર્યુ વર્ચ્યુઅલ લોકાર્પણ

સોમનાથ ટ્રસ્ટની આગવી તૈયારીઓ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ ભાવિકોને પ્રેમપૂર્ણ આતિથ્ય અને ઉત્તમ દર્શન અનુભવ આપવાના ધ્યેય સાથે કાર્યરત છે. ત્યારે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના સતત માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટે અધિક શ્રાવણ અને શ્રાવણમાં આવનાર ભાવિકો માટે સરળ દર્શન વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં આવેલ નૃત્યમંડપ અને સંકીર્તન ભવન ખાતે સુચારુ પૂજન વ્યવસ્થા ગોઠવી છે. આ કામ માટે ટ્રસ્ટે વિશેષ અધિકારીઓ અને કર્મચારીઓની ગોઠવણ પણ કરી છે. તેમજ પૂજન સામગ્રી, અને અનુસાંગિક વ્યવસ્થાઓ સહિતની પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">