GIR SOMNATH : સોમનાથના ભોજનાલયમાં વિનામુલ્યે મહાપ્રસાદનો લાભ લઇ ભાવિકો ધન્યતા અનુભવે છે
રોજની અનલિમિટેડ ગૂજરાતી થાળીમાં એક મીઠાઈ, એક ફરસાણ સાથે બે જાતનાં શાક દાળ ભાત રોટલી અથવા રોટલા સહિતનું ભોજન દરેક ભાવિકોને બપોરે અને સાંજે વિનામૂલ્યે પ્રસાદરૂપે જમાડવામાં આવે છે જે પ્રસાદ લઈ અને ભાવિકો ખૂબ જ ધન્ય બની રહ્યા છે.
GIR SOMNATH : યાત્રાધામ સોમનાથમાં (SOMNATH TEMPLE) વિનામૂલ્યે ભોજનાલયમાં (BHOJNALAY) ભગવાન સોમનાથનો મહા પ્રસાદ (MAHA PRASAD) લઇ ભાવિકો ધન્ય બની રહ્યા છે. વળી સારા રેસ્ટોરન્ટ કે હોટેલમાં જમતા હોય તેવો સ્વાદિષ્ટ ભોજનનો મહાપ્રસાદ લઇ અને દેશ-વિદેશના ભાવિકો સોમનાથમાં યાત્રા કર્યાનો આનંદ માણી રહ્યા છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ભાવિકો ભારે માત્રામાં દર્શન માટે આવી રહ્યા છે જેનું કારણ એ છે કે અહીં વિશાળ જગ્યાઓ તેમજ ક્યાંય ધક્કામુકી કે સંકળાશ નથી. જેથી સરકારની ગાઇડ લાઇનના પાલન સાથે સોમનાથની યાત્રા ભાવિકો નિસંકોચ કરી શકે છે. જેથી અહીં હવે બારેમાસ ભાવિકો પરિવાર સાથે આવવાનો આનંદ માણે છે.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓમા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, અડવાણીજી સહિતના હોય ત્યારે તાજેતરમાં સોમનાથમાં ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભોજન મહાપ્રસાદનો પ્રારંભ કરાયો છે. આ સદાવ્રતની વિશેષતા એ છે કે અહીં ભાવિકો પરિવાર સાથે સારી હોટેલમાં જમતા હોય તેવી ડાઈનીંગ ટેબલખૂરશીઓની સુવિધા છે. સાથે જેટલું ભોજન જોઈતૂ હોય તેટલું પોતાના હાથે સેલ્ફ સર્વિસથી મેળવી શકે છે. જેથી આ ભોજનાલયનો દેશ-વિદેશના ભાવિકો પ્રસાદ રૂપે ઉપયોગ કરી રહ્યા છે.
સોમનાથ ટ્રસ્ટના સંચાલિત આ ભોજનાલય સંપૂર્ણ વિનામૂલ્યે છે સાથે અહીં ભોજનની ગુણવત્તા પણ ઉત્તમ રાખવામાં આવી છે. રોજની અનલિમિટેડ ગૂજરાતી થાળીમાં એક મીઠાઈ, એક ફરસાણ સાથે બે જાતનાં શાક દાળ ભાત રોટલી અથવા રોટલા સહિતનું ભોજન દરેક ભાવિકોને બપોરે અને સાંજે વિનામૂલ્યે પ્રસાદરૂપે જમાડવામાં આવે છે જે પ્રસાદ લઈ અને ભાવિકો ખૂબ જ ધન્ય બની રહ્યા છે.
નોંધનીય છેકે યાત્રાધામ સોમનાથમાં દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળું મહાદેવના દર્શન કરવા ઉમટે છે. તેમાં પણ દેશવિદેશના પ્રવાસીઓની સંખ્યામાં અહીં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે સોમનાથ આવતા ભાવિકોને ભોજન માટે ભટકવું ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હાલના કોરોના મહામારીના સમયમાં પણ અહીં અવિરત ભાવિકો ઉમટી રહ્યાં છે અને મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે.
આ પણ વાંચો : Rajkot : નવતર પ્રયોગ, વાહનોના સ્ક્રેપનો ઉપયોગ કરી તૈયાર કરાયા બેસવાના બાંકડા
આ પણ વાંચો : ગજબ ! અમેરિકન મહિલાને બનાવતા આવડે છે ગુજરાતી ભાણુ, ગુજરાતીમાં કરી એવી વાત કે સૌ કોઇ રહી ગયા સ્તબ્ધ