ગજબ ! અમેરિકન મહિલાને બનાવતા આવડે છે ગુજરાતી ભાણુ, ગુજરાતીમાં કરી એવી વાત કે સૌ કોઇ રહી ગયા સ્તબ્ધ

વીડિયોના અંતમાં મહિલા બોલે છે કે તેને રોટલા સાથે ઘી અને ગોળ ભાવે છે. સાથે જ જતા જતા તે આ ગુજરાતી લોકોને જય શ્રી ક્રિષ્ના પણ કહે છે.

ગજબ ! અમેરિકન મહિલાને બનાવતા આવડે છે ગુજરાતી ભાણુ, ગુજરાતીમાં કરી એવી વાત કે સૌ કોઇ રહી ગયા સ્તબ્ધ
This American woman Knows how to make Gujarati Food
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 6:34 PM

સોશિયલ મીડિયામાં (Social Media) રોજ ઘણા વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. ઇન્ટરનેટની દુનિયામાં કોઇ પણ નવા કન્ટેન્ટને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી. વાયરલ થતા આવા વીડિયોને જોઇને ક્યારે તમે ભાવુક થાવ છો તો કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઇને તમે હસી હસીને લોટપોટ થઇ જાવ છો. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે ચોંકી પણ જશો અને તમારા ચહેરા પર સ્મિત પણ આવી જશે.

ભારતીયો જ્યાં પણ જાય છે ત્યાંના લોકો પર પોતાનો રંગ લગાવી દે છે. હાલના વીડિયોમાં પણ કઇંક એવું જ જોવા મળી રહ્યુ છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક અમેરિકન મહિલા ગુજરાતીમાં રોટલો બનાવવાની રેસિપી જણાવી રહી છે. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે આ વિદેશી મહિલા એવી રીતે ગુજરાતી બોલી રહી છે જેને સાંભળીને તમને લાગે કે આ તો કોઇ અમદાવાદ અથવા તો મહેસાણાની વ્યક્તિ બોલી રહી છે. તેની બોલવાની છટા પાક્કા ગુજરાતી જેવી જ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ વીડિયો અમેરિકાના એક સ્ટોરમાં ઉતારવામાં આવ્યો છે. જેમાં કેટલાક ગુજરાતી લોકો આ અમેરિકન મહિલા સાથે ગુજરાતીમાં વાત કરી રહ્યા છે. આ મહિલા રોટલો બનાવવાની રીત કહી રહી છે જેમાં તે બાજરીનો લોટ, પાણી, મીઠુ મીક્ષ કરીને તેનો લોટ બાંધીને રોટલો બનાવવાની વાત કરી રહી છે. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આ મહિલાને બધી ગુજરાતી વાનગીઓ બનાવતા આવડે છે. મહિલા કહે છે કે તેને શીરો, શાક, ભાખરી, કઢી, દાળ બધુ જ બનાવતા આવડે છે.

આ વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.  વીડિયોના અંતમાં મહિલા બોલે છે કે તેને રોટલા સાથે ઘી અને ગોળ ભાવે છે. સાથે જ જતા જતા તે આ ગુજરાતી લોકોને જય શ્રી ક્રિષ્ના પણ કહે છે.

આ પણ વાંચો –

Republic Day Parade: યુપી શ્રેષ્ઠ રાજ્યની ઝાંખીમા જીત્યું, મહારાષ્ટ્ર લોકપ્રિય પસંદગી શ્રેણીમાં જીત્યું

આ પણ વાંચો –

બેક ફ્લિપ મારવી આ યુવકને ભારે પડી, સ્ટંટના ચક્કરમાં હાલ થયા બેહાલ, જુઓ VIDEO

આ પણ વાંચો –

VIDEO : લગ્નમાં દુલ્હનના મિત્રોએ આપી અનોખી ભેટ, જોઈને લોકોની આંખો પણ ચાર થઈ ગઈ

g clip-path="url(#clip0_868_265)">