ગીર સોમનાથ: ગૌશાળા તોડાતા ગાય બની નિરાધાર, સિંહના હુમલા વધ્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

|

Jul 16, 2022 | 9:46 PM

તાલાલાના (Talala) હિરણવેલ ગામે વર્ષો જૂની ગૌશાળા વનવિભાગે જમીન દોસ્ત કરતા વિરોધ ઉભો થયો છે. ગૌશાળા તોડી નાખવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા આ મુદ્દે 'આપ'ના નેતા પ્રવીણ રામ સહિત હીરણવેલના ગ્રામજનોએ ગાયના મૃતદેહ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

ગીર સોમનાથ: ગૌશાળા તોડાતા ગાય બની નિરાધાર, સિંહના હુમલા વધ્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
Gir Somnath: Cows become destitute after breaking cowshed

Follow us on

ગીર સોમનાથના (Gir Somanth) તાલાલામાં વધુ એક ગાયનું સિંહ (Lion) પરિવારે મારણ કર્યું છે. જિલ્લાના તાલાલાના હિરણવેલ ગામે સિંહ પરિવારે વધુ એક ગાયનું મારણ કર્યું છે. છેલ્લા ચાર દિવસમાં સિંહ પરિવારે ચાર ગાયનું મારણ કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે થોડા દિવસ અગાઉ વન વિભાગે હિરણવેલ ગામે ગૌશાળા તોડી પાડી હતી. જેને કારણે ગાયો નિરાધાર બની ગઈ છે અને તેનો આશરો છીનવાતા સિંહના હુમલા પણ વધી ગયા છે. સાથે જ ગ્રામજનોએ વન વિભાગ સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગીરસોમનાથના તાલાલાના હિરણવેલ ગામે વર્ષો જૂની ગૌશાળા વનવિભાગે જમીન દોસ્ત કરતા વિરોધ ઉભો થયો છે. મહિલાઓ  સહિતના ગ્રામજનો તેમજ યુવાનોએ વન વિભાગ હાય હાય ના નારા લગાવ્યા હતા અને ગ્રામજનો ટ્રેક્ટરમાં  ગાયનો મૃતદેહ લઇને વિરોધ કરવા પહોંચ્યા હતા.

વર્ષો જૂની ગૌશાળા તોડી પડાતા વિરોધ

ગીરસોમનાથના તાલાલાના હિરણવેલ ગામે વર્ષો જૂની ગૌશાળા વનવિભાગે જમીન દોસ્ત કરતા વિરોધ ઉભો થયો છે. ગૌશાળા તોડી નાખવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા આ મુદ્દે ‘આપ’ના નેતા પ્રવીણ રામ સહિત હીરણવેલના ગ્રામજનોએ ગાયના મૃતદેહ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ ગૌશાળા તૂટી જતા નિરાધાર બની ગયેલી અને રઝળતી ગાયો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે આ રીતે ગૌશાળા તોડવાથી હવે ગાયો રઝળતી થઈ થશે અને ગાયો સિંહનો શિકાર બનશે.

વનવિભાગે તોડી પાડી હતી ગૌશાળા

ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા (Talala) ના ગીર બોર્ડરના હિરણવેલ ગામે થોડા દિવસ પહેલા વનવિભાગે નિરાધાર ગાયો (Cow) ની ગૌશાળા તોડી નાખી હતી. તે બાદ ચાર દિવસની અંદર ચાર નિરાધાર ગાયોનું સિંહ (Lion) પરીવાર દ્વારા મારણ કરવામા આવ્યું છે. ગતરાતે પણ એક ગાયનું સિંહ પરિવાર દ્વારા મારણ કરવામાં આવતાં ગામમાં ભય સાથે વનવિભાગ સામે આક્રોશનો માહોલ છે અને વનવિભાગ સામે ઊગ્ર લડત કરવા ગામલોકોએ નિર્ણય કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

તાલાલા નજીકના હિરણવેલ ગામે નિરાધાર ગાયોના રહેવા માટે ગામને સીમાડે લોક ફાળો કરી બનાવેલી લગભગ 70 વર્ષ જૂની ગૌશાળાના શેડમાં ભર ચોમાસામાં વન વિભાગ દ્વારા ડિમોલેશન કરીને ગૌશાળાને જમીન દોસ્ત કરતા ગામ લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે અને હવે તેઓ વન વિભાગ સામે લડત ચલાવવાની તૈયારી કરી રહ્યા છે. ગામ લોકોએ કલેકટરને આવેદન પણ આપ્યું છે.

Next Article