AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somanth: તાલાળામાંથી ઝડપાયેલા 7 કિલો ગાંજાનું ઓરિસ્સા કનેક્શન ખૂલ્યુ, 4 આરોપીની ધરપકડ

Gir Somanth: ગીરસોમનાથના તાલાળામાંથી ઝડપાયેલા 7 કિલો ગાંજાના તાર છેક ઓરિસ્સા સુધી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આ કેસમાં બોરવાવ અને સુરતના પેડલર સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે. SOG અને તાલાલા પોલીસ દ્વારા સંયુક્ત રીતે નશાના કારોબાર અને માદક દ્રવ્યોની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગુનામાં મુખ્ય પેડલર મૂળ ઓરિસ્સાનો હોવાનુ તપાસમાં ખૂલ્યુ છે. આરોપી ઓરિસ્સાથી સુરજ ગાંજો પહોંચાડતો હતો.

Gir Somanth: તાલાળામાંથી ઝડપાયેલા 7 કિલો ગાંજાનું ઓરિસ્સા કનેક્શન ખૂલ્યુ, 4 આરોપીની ધરપકડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 12:17 AM
Share

Gir Somanth: ગીરસોમનાથના તાલાલામાંથી ઝડપાયેલા 7 કિલો ગાંજાના તાર છેક ઓરિસ્સા સુધી પહોંચ્યા છે. તાલાલ નજીક બોરવાવ ગામના ભીમજી ચાવડા નામના શંકાસ્પદ વ્યક્તિની પોલીસે 7 કિલો ગાંજા સાથે ધરપકડ રકરી હતી. આ ગાંજાની બજાર કિંમત 70 હજાર રૂપિયા જેટલી છે. આ તપાસમાં આકરી પૂછપરછ બાદ રાજ્યભરમાં ગાંજાના પેડલર દ્વારા ગાંજો કેવી રીતે લવાય છે અને કેવી રીતે પેડલરો છૂટક વેપારીઓને પહોંચાડે છે તે તમામ ગતિવિધિનો પર્દાફાશ થયો છે. SOG અને તાલાલા પોલીસે સંયુક્ત રીતે આ સમગ્ર પર્દાફાશ કર્યો છે.

70 કિલો ગાંજા કેસમાં 4 આરોપીની ધરપકડ, ઓરિસ્સા કનેક્શન આવ્યુ સામે

ગાંજા કેસમાં કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમા પેડલર તરીકે મૂળ ઓડિશાનો અને હાલ સુરતમાં રહેતો કાળુ મોહનતી હોવાનું સામે આવ્યુ છે. પેડલર કાળુ મોહન્તી પેડલર મૂળ ઓરિસ્સાનો છે અને ઓરિસ્સાથી ગાંજો સુરત પહોંચાડતો હોવાનુ પૂછપરછમાં કબુલ્યુ છે. જેમાં સુરતથી આ ગાંજો બરૂન પાંધી પેડલર તરીકે કામ કરતો હતો તેમ જ આ વિસ્તારમાં છૂટક વેચાણ કરતા ભીમજી અને અરવિંદ ચૌહાણ સહિત ચાર વ્યક્તિને પોલીસે ઝડપી લઇ સુરતથી તાલાળા લાવી છે.

ચારેય આરોપીની આકરી પૂછપરછમાં વધુ ખૂલાસા થવાની શક્યતા

ચારેય આરોપીની આકરી પૂછપરછ હાથ ધરી. જેમા આ પેડલર દ્વારા ગુજરાતના ક્યા ક્યા સ્થળોએ ગાંજો પહોંચાડવામાં આવતો હતો તેમજ ઓડિસાથી લઈ સૌરાષ્ટ્ર સુધીમાં કોની મદદગારી રહી હતી તે તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આખા રેકટની તપાસ દરમિયાન SOG અને તાલાલા પોલીસે હાલ ચારેય આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના માછીમારનું મોત, મૃતદેહ વતન લાવવા કરાઈ માગ

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">