Gir somanth : અનંત અંબાણીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન, મંદિર ઉપર સ્થાપિત થનારા 51 સુવર્ણ કળશનું કર્યું પૂજન

|

Sep 30, 2022 | 8:44 AM

સોમનાથ મહાદેવના દર્શન બાદ અનંત અંબાણી તેમજ અંબાણી પરિવાર દ્વારા સોમનાથ મહાદેવની નિત્યપૂજા માટે વપરાતા ચાંદીના વાસણો પણ મહાદેવના ચરણોમાં અર્પણ કર્યા હતા. આ વાસણોની કિંમત 90 લાખ રૂપિયા છે.

Gir somanth : અનંત અંબાણીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન, મંદિર ઉપર સ્થાપિત થનારા 51 સુવર્ણ કળશનું કર્યું પૂજન
અનંત અંબાણીએ સોમનાથ મહાદેવ મંદિરમાં કર્યા દર્શન

Follow us on

ગીર સોમનાથ  (Gir Somnath) જિલ્લામાં આવેલા સોમનાથ મહાદેવના (Somnath Mahadev) દર્શને અંબાણી પરિવારના અનંત અંબાણી  (Anant Ambani) આવ્યા હતા અને તેમણે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને વિશેષ પૂજા અર્ચનાનો લાભ લીધો હતો. તેમજ સોમનાથ મંદિર ઉપર ચઢાવવામાં આવનારા 51 સુવર્ણકળશની પૂજા પણ કરી હતી. નોંધનીય છે  કે બે દિવસ અગાઉ અનંત અંબાણીએ દ્વારકાના આંગણે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકામાં અનંત અંબાણીએ દર્શન કરી દ્વારકાધીશની પૂજા અર્ચના કરી હતી.

90 લાખ રૂપિયાના ચાંદીના વાસણો સોમનાથ મહાદેવને કર્યા અર્પણ

સોમનાથ મહાદેવના દર્શન બાદ અનંત અંબાણી તેમજ અંબાણી પરિવાર દ્વારા સોમનાથ મહાદેવની નિત્યપૂજા માટે વપરાતા ચાંદીના વાસણો પણ મહાદેવના ચરણોમાં અર્પણ કર્યા હતા. આ વાસણોની કિંમત 90 લાખ રૂપિયા છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સોમનાથમાં અનંત અંબાણી દ્વારા ચાંદીના વાસણોનું કર્યું દાન

આ પ્રસંગેમુખ્ય પૂજારી દ્વારા અનંત અંબાણીને સ્મૃતિ ભેટ આપીને તેઓનું સન્માન કરવામાં પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે અંબાણી પરિવાર દ્વારા અવાર નવાર યાત્રાધામ દ્વારકા તેમજ સોમનાથ મંદિરના દર્શન કરવામાં આવતા હોય છે.  નીતા અંબાણી પણ દ્વારિકા જગત મંદિરના દર્શન માટે અવાર નવાર  જતા હોય છે અને મંદિરમાં દાન પણ  કરતા હોય છે.  અંબાણી પરિવાર કોઈ પણ પ્રસંગે શ્રીનાથજીની  વિશેષ સેવા ભક્તિ  કરવાનો ચૂકતો નથી.

ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિરનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે. સોમનાથ મહાદેવ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં સર્વ પ્રથમ સ્થાન ધરાવે છે. અત્યંત ભવ્ય ભાસતું આ શિવલિંગ ભક્તોને દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. પુરાણોમાં આ ક્ષેત્રનું ‘પ્રભાસતીર્થ ક્ષેત્ર’ તરીકે વર્ણન મળે છે. સોમેશ્વર જ્યાં બિરાજમાન છે તે મંદિર ‘કૈલાસ મહામેરુ પ્રાસાદ’ના નામે ઓળખાય છે. જેના સુવર્ણથી મઢેલા ગર્ભગૃહમાં સોમનાથ મહાદેવનું અત્યંત ભવ્ય શિવલિંગ પ્રસ્થાપિત કરાયું છે. જેના દર્શન માત્ર ભક્તોને પરમ શાંતિની અનુભૂતિ કરાવે છે. સોમનાથ મહાદેવના જ્યોતિર્મય રૂપના પ્રાગટ્ય સંબંધી કથાનો ઉલ્લેખ શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 8 થી 14 માં જોવા મળે છે. તે

 

 

વિથ ઇનપુટ ક્રેડિટઃ યોગેશ જોષી, ગીર સોમનથા  Tv9

Published On - 8:43 am, Fri, 30 September 22

Next Article