ગીરસોમનાથમાં વરસાદી માહોલ,વેરાવળ પંથકમાં જળબંબાકારની સ્થિતિ,દરીયો તોફાની બનતા માછીમારોને દરીયો ન ખેડવા સુચના

ગીરસોમનાથમાં વરસાદી માહોલ,વેરાવળ પંથકમાં જળબંબાકારની સ્થિતિ,દરીયો તોફાની બનતા માછીમારોને દરીયો ન ખેડવા સુચના
http://tv9gujarati.in/girsomnath-ma-va…-n-khedva-suchna/

ગીરસોમનાથમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે વેરાવળ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વેરાવળના સટ્ટા બજારમાં, સુભાષ રોડ, ગાંધી ચોક જેવા વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે બજારોમાં પાણીની નદીઓ વહેતી થઇ હતી અને સ્થાનિકો હેરાન પરેશાન થયા હતા, તો ગીર-ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો ગતો. ગીર ગઢડા તાલુકાના સોનપરા, બોડીદર, જાજરિયા, વેળાકોટમાં મેઘસવારી આવી પહોચી હતી. દિવસભર વરસાદી માહોલ વચ્ચે દરીયો પણ તોફાની રહ્યો હતો અને માછીમારોને પણ માછીમારી ન કરવા જવા માટે સુચના આપવામાં આવી છે.

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati