AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DEFEXPO-2022 ની તૈયારીઓ પૂર જોશમાં, કેન્દ્રની ખાસ ટીમે ગાંધીનગરમાં મેળવી વિગતો

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront)ખાતે પાંચેય દિવસ દરમિયાન સશસ્ત્ર દળો(Armed Forces), DPSU અને ઉદ્યોગના ઉપકરણો અને કૌશલ્યોનું પ્રદર્શન કરતા જીવંત પ્રદર્શનો યોજવામાં આવશે.

DEFEXPO-2022 ની તૈયારીઓ પૂર જોશમાં, કેન્દ્રની ખાસ ટીમે ગાંધીનગરમાં મેળવી વિગતો
Preparations for DEFEXPO-2022 in full swing
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 3:57 PM
Share

ભારતના મુખ્ય સંરક્ષણ પ્રદર્શન ‘DefExpo-2022’નું 12મું સંસ્કરણ ગુજરાતમાં ગાંધીનગર (Gandhinagar)ખાતે 18 -22 ઓક્ટોબર 2022 દરમિયાન યોજવાનું છે અને અત્યાર સુધીનું તે સૌથી મોટું પ્રદર્શન રહેશે તેવી અપેક્ષા છે. પ્રથમ ત્રણ કામકાજના દિવસો પછી 21 – 22 ઓક્ટોબર 2022 ના રોજ જાહેર દિવસો રાખવામાં આવશે.

DefExpo-2022 માટે પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ દિશામાં, નવી દિલ્હીથી સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય ટીમે આ એક્સપોની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 15- 16 સપ્ટેમ્બર 2022 દરમિયાન ગાંધીનગરની મુલાકાત લીધી હતી. DIPના સંયુક્ત સચિવ શ્રી અનુરાગ બાજપેયીની અધ્યક્ષતામાં DEOના નિદેશક શ્રી અચલ મલહોત્રા સાથે મળીને આ ટીમે સમીક્ષા મુલાકાત કરી હતી.

આ દરમિયાન, iNDEXTbના MD સુશ્રી મમતા હીરપરા સહિત ગુજરાત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજવામાં આવી હતી અને સંવાદ કરવામાં આવ્યો હતો. બાદમાં શ્રી અનુરાગ બાજપેયી સાથે ગુજરાત રાજ્ય સરકારના ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમારે મુલાકાત કરી હતી અને DefExpo 2022ની ખૂબ જ જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ અંગે તેમને માહિતગાર કર્યા હતા, જે આત્મનિર્ભરતા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહ્વાનને અનુરૂપ પહેલી જ વખત વિશેષ રૂપે ભારતીય કંપનીઓ માટે છે.

DefExpo નું આ અત્યાર સુધીનું સૌથી મોટું સંસ્કરણ છે અને હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે તેનું આયોજન કરવામાં આવશે તેમજ મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (MCEC) ખાતે ઉદ્ઘાટન/સત્તાવાર કાર્યક્રમો અને સેમિનાર યોજવામાં આવશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પાંચેય દિવસ દરમિયાન સશસ્ત્ર દળો, DPSU અને ઉદ્યોગના ઉપકરણો અને કૌશલ્યોનું પ્રદર્શન કરતા જીવંત પ્રદર્શનો યોજવામાં આવશે.

18 – 22 ઓક્ટોબર 2022 દરમિયાન પોરબંદર ખાતે સામાન્ય લોકોને મુલાકાત માટે જહાજ ખુલ્લું મૂકવામાં આવશે. આ ઉપરાંત, DefExpo દરમિયાન ડ્રોન શો યોજવામાં આવશે. આવું પહેલી વખત બની રહ્યું છે કે, ગાંધીનગર અને અમદાવાદ બંને જગ્યાએ ડ્રોન શો યોજવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">