AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vibrant Gujarat Summit 2022 : યુકે સહિત 18 કન્ટ્રી પાર્ટનર બન્યા, 5368 થી વધુ કંપનીઓ પણ રજીસ્ટર થઈ

ગુજરાતમાં  યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું પીએમ મોદી 10 જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે

Vibrant Gujarat Summit 2022 : યુકે સહિત 18 કન્ટ્રી પાર્ટનર બન્યા, 5368 થી વધુ કંપનીઓ પણ રજીસ્ટર થઈ
Vibrant Gujarat Summit 2022 Preparation (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 5:28 PM
Share

Vibrant Gujarat Summit 2022 :  ગુજરાતમાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં(Mahatama Mandir) જાન્યુઆરી માસમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં આ વખતની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 18 દેશ કન્ટ્રી પાર્ટનર(Country Partner)  તરીકે જોડાવવાના છે. તેમજ અત્યાર સુધી 5368  જેટલી કંપનીઓ(Company)  પર રજીસ્ટર થઈ છે. જ્યારે  8069 જેટલા લોકોએ પણ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં નોંધણી કરાવી છે.

જો કે આ વખતે યુકે પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયું છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ઇટલી, જાપાન, દક્ષિણ કોરિયા, લક્ઝમ્બર્ગ, મોઝામ્બિક, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, શ્રીલંકા, સ્વિડન, યુએઇ કન્ટ્રી પાર્ટનર બન્યા છે.

ગુજરાતમાં  યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું પીએમ મોદી 10 જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે 24,185 કરોડના MoU થયા. આ MoUથી 3 હજાર 500 જેટલા લોકોને રોજગારીનો અવસર છે.

10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન થશે. અગ્રસચિવ રાજીવ ગુપ્તાએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, આ વખતનો કાર્યક્રમ અગાઉના કાર્યક્રમથી થોડો અલગ છે અને વધારે સારો છે. 9 જાન્યુઆરી સુધી પ્રિ-વાયબ્રન્ટ ઈવેન્ટ યોજાશે જેમાં બે કાર્યક્રમોમાં બે કાર્યક્રમ વિશિષ્ઠ છે.

સ્ટાર્ટ અપ અને યુનિકોર્ન ઇવેન્ટ યોજાશે જે અત્યાર સુધીમાં ભારતમાં ક્યારેય યોજાયું નથી. આ ઉપરાંત 10, 11 અને 12 જાન્યુઆરીએ આત્મનિભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ પર કાર્યક્રમ યોજાશે. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત જ દેશમાં કુલ 6  જેટલા રોડ શૉનું આયોજન કરવામ આવ્યું છે.

ગાંધીનગરના  મહાત્મા મંદિરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં આવનારા મહેમાનોને 7 દિવસ ક્વૉરન્ટાઈન થવું પડશે..કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેને ધ્યાને લઈને ગાંધીનગર જિલ્લામાં 11 દેશોમાંથી આવતા કોઈપણ નાગરિકને ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ’ના ત્રિ-સૂત્ર સિદ્ધાંત અનુસાર રોગના દર્દીને વહેલામાં વહેલા શોધી સારવાર પર મુકવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

જેમાં યુરોપીયન દેશો સહિત 11 દેશોમાંથી આવતા તમામ નાગરિકોને ભારત સરકારની એસઓપી મુજબ એરપોર્ટના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમજ ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ્યા બાદ 11 દેશોમાંથી પરત આવેલા નાગરિકોને ફરજિયાત 7 દિવસ સુધી હોમ ક્વોરોન્ટાઈન થવાનું રહેશે.

જેમાં 11 દેશોમાંથી આવતા મહેમાનોને પણ નિયમનું પાલન કરવાનું રહેશે. આ 11 દેશોમાં યુનાઈટેડ કિંગડમ સહિત યુરોપીયન દેશો, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચાઈના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : VADODARA : SSG હોસ્પિટલની સરકારી માયક્રોબાયોલોજી લેબમાં 3 લાખથી વધુ RTPCR ટેસ્ટ થયા

આ પણ વાંચો :  Ahmedabad : ગાંધીનગર તરફ જતા રસ્તા પર પોલીસનો સઘન બંદોબસ્ત, શું છે કારણ ?

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">