AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે અનેક ધારાસભ્યોના કાર્યાલયનું લોકાર્પણ કરશે, નવરાત્રીના કાર્યક્રમોમાં પણ રહેશે હાજર

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ અમદાવાદમાં હાજર છે.જેઓ નવરાત્રીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.આ સાથે જ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ ધારાસભ્યના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આજે કુલ બે ધારાસભ્યોના કાર્યાલયનું લોકાર્પણ કર્યું. આ સાથે જ શહીદ સ્મારકનું પણ લોકાર્પણ કરશે.તેમજ ત્રણ અલગ અલગ જગ્યાએ નવરાત્રીના કાર્યક્રમોમાં હાજરી પણ આપવાનો કાર્યક્રમ રખાયો છે.

Gandhinagar : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે અનેક ધારાસભ્યોના કાર્યાલયનું લોકાર્પણ કરશે, નવરાત્રીના કાર્યક્રમોમાં પણ રહેશે હાજર
Amit Shah
Darshal Raval
| Edited By: | Updated on: Oct 15, 2023 | 10:52 AM
Share

Amit Shah : આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે.જે નવરાત્રી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ અમદાવાદમાં હાજર છે.જેઓ નવરાત્રીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.આ સાથે જ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ ધારાસભ્યના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આજે કુલ બે ધારાસભ્યોના કાર્યાલયનું લોકાર્પણ કર્યું. આ સાથે જ શહીદ સ્મારકનું પણ લોકાર્પણ કરશે.તેમજ ત્રણ અલગ અલગ જગ્યાએ નવરાત્રીના કાર્યક્રમોમાં હાજરી પણ આપવાનો કાર્યક્રમ રખાયો છે.

આ પણ વાંચો : Gandhinagar : ગુજરાતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના હિતમાં CM ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કેવા થશે ફેરફાર અને ક્યારથી બનશે અમલી, જુઓ Video

નારાયનપુરામાં વિજયનગર ક્રોસિંગ પાસે ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે ધારાસભ્ય જીતેન્દ્ર પટેલના કાર્યાલયના લોકાર્પણમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. તેમજ પ્રમુખો,મહામંત્રી, કાર્યકરો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.લોકાર્પણ કાર્યક્રમ બાદ ધારાસભ્ય જીતેન્દ્ર પટેલે તેમના કાર્યાલયથી લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે, સ્થાનિકોની સમસ્યાઓ ત્વરિત દૂર કરી શકાય છે. ફરિયાદોનું નિરાકરણ લાવી શકાય છે. લોકોની રજૂઆતો સાંભળી શકાય તેવી વિવિધ બાબતો થી સીધી રીતે લોકોને આ કાર્યાલયથી ફાયદો થશે તેવું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રી આવે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી હોય કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છે.તેઓ અમદાવાદ હોય કે રાજ્યના કોઈના કોઈ કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે.ત્યારે આ વખતે પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નવરાત્રીને લગતા કાર્યક્રમો જાહેર કર્યા છે.જ્યાં તેઓ ગરબાના કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ માતાજીની આરતી પણ ઉતારશે.પહેલા નોરતે તેઓ માતાજીના આશીર્વાદ મેળવશે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પણ હવે ધીમે ધીમે નજીક આવી રહી છે.જે ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી કામમાં લાગી ચૂકી છે.અને તેના જ ભાગ સ્વરૂપે પાર્ટીના ધારાસભ્યો હોય કે કાર્યકરો હોય સીધી રીતે લોકોનો સંપર્ક સાધી રહ્યા છે.તે પછી અમૃત કળશ યાત્રા થકી પણ કેમ ના હોય.અને તેમાં પણ હવે આ પ્રકારના કાર્યાલયો શરૂ થતા જનસંપર્ક વધુ મજબૂત બનશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.એટલે કે લોકસભા ચૂંટણીને લઈને ક્યાંય પણ ક્ષતિ ન રહે તે પ્રકારનું આયોજન પાર્ટી દ્વારા કરાઈ રહ્યું છે.જેથી કરીને પાર્ટીએ ધારેલી નિશ્ચિત જીત તેઓને મળી શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">