મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની શપથવિધિ ગુરુવારે 16મી સપ્ટેમ્બરના રોજ બપોરના 1.30 કલાકે યોજાશે
CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથવિધિ યોજાવાની હતી. પરંતુ, હવે નવા મંત્રીમંડળની શપથવિધી આવતીકાલે યોજવામાં આવશે.
CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથવિધિ યોજાવાની હતી. પરંતુ, હવે નવા મંત્રીમંડળની શપથવિધી આવતીકાલે યોજાશે તેવી સતાવાર માહિતી મળી રહી છે. કારણ કે હાલમાં શપથવિધીના સ્થળ પરથી પોસ્ટરો હટાવી લેવામાં આવ્યા છે. અને, નવા મંત્રીમંડળને લઇને હજુ અનેક ગડમથલો ચાલી રહી છે.
હાલના સંજોગોમાં નવા મંત્રીમંડળમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. તેવી ટીવીનાઇનને માહિતી મળી છે. ટીવીનાઇન પાસે સૌથી પહેલા આ 10 નવા નામની યાદી મળી છે. આ યાદીમાં નવા ચહેરોઓનો જ સમાવેશ છે. અને, અનેક જુના જોગીઓના નામ કપાવવાની સંભાવવાનો છે. જેથી હાલ પક્ષમાં નારાજગીનો દૌર પણ દેખાઇ રહ્યો છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ ગુરુવારે 16મી સપ્ટેમ્બરના રોજ બપોરના યોજાશે
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ આજે યોજવા માટે રાજભવનમાં તૈયારીઓ કરી લેવાઈ હતી. પરંતુ કેટલાક રાજકીય કારણોસર, શપથવિધિ હવે આવતીકાલે 16મી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજવામાં આવશે. નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરેલા એક ટવીટમાં જણાવ્યાનુસાર, ગુરુવારના બપોરના 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિંધિ યોજવામાં આવશે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, કેટલાક વરિષ્ઠ પ્રધાનોને પડતા મૂકવાની વાત સામે આવી છે. તેની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. અને સ્થિતિને થાળે પાડવા માટે મોવડીમંડળે સમજાવટનો રસ્તો અપનાવ્યો છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ યોજવાના અસમંજસ વચ્ચે રાજભવન ખાતે લાગેલા પોસ્ટર્સને હટાવી લેવાયા છે. ભાજપના સૂત્રોએ એવી પણ વિગતો જણાવી હતી કે, શપથવિધિ 15 સપ્ટેમ્બરના બદલે 16મી સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવવાની માહિતી આપવામાં આવી હતી.
નવા મંત્રીમંડળને લઇને દાવપેચ ફસાયો ?
ગુજરાત(Gujarat)ના સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) ના નવા મંત્રીમંડળના નામો મહદઅંશે નક્કી થઈ ચૂક્યા છે. જો કે આ દરમ્યાન નવા મંત્રીમંડળની રચનામાં જૂના મંત્રીઓની બાદબાકીને લઇને પેચ ફસાયો છે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચાર નારાજ ધારાસભ્યો પૂર્વ સીએમ રૂપાણીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
જેમાં મળતી માહિતી મુજબ મંત્રી ઈશ્વર પટેલ, યોગેશ પટેલ, ઈશ્વર પરમાર અને બચુભાઈ ખાચડ સીએમ રૂપાણીને નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતા. જેને લઇને અનેક તર્ક વિતર્ક પણ લગાવવામાં આવી રહ્યાં છે.
The swearing-in ceremony of the new cabinet of CM Shri @Bhupendrapbjp will take place tomorrow, September 16, 2021 at 1.30 pm at Raj Bhavan, Gandhinagar. pic.twitter.com/86PJIWP1vd
— CMO Gujarat (@CMOGuj) September 15, 2021