Tender Today: ગુજરાત વિધાનસભામાં એસેમ્બલી હોલ ઈ-વિધાન પ્રોજેક્ટમાં જરુરી ફેરફારો કરવાના કામ માટે ટેન્ડર જાહેર
ગુજરાત વિધાનસભામાં એસેમ્બલી હોલ ઇ-વિધાન પ્રોજેક્ટમાં જરુરી ફેરફારો કરવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.આ કામના દસ્તાવેજો તથા શરતો 16 જૂન 2023 સાંજે 5 કલાક સુધીમાં વેબસાઇટ www.rnb.nprocure.com ઉપરથી જોવા તેમજ અપલોડ કરી ભરી શકાશે.
Gandhinagar : ગુજરાત રાજ્યના રાજ્યપાલ વતી કાર્યપાલક ઇજનેર , પાટનગર યોજના વિભાગ નં-2, બ્લોક-9ની નજીક , નવા સચિવાલય, ગાંધીનગર દ્વારા ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાત વિધાનસભામાં એસેમ્બલી હોલ ઇ-વિધાન પ્રોજેક્ટમાં જરુરી ફેરફારો કરવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો-Tender Today : GPSCની ભરતી પરીક્ષાના કામો માટે શ્રમિકો પ્રદાન કરવાનું ટેન્ડર જાહેર
આ ટેન્ડરની અંદાજીત રકમ 49.45 લાખ રુપિયા છે. આ કામના દસ્તાવેજો તથા શરતો 16 જૂન 2023 સાંજે 5 કલાક સુધીમાં વેબસાઇટ www.rnb.nprocure.com ઉપરથી જોવા તેમજ અપલોડ કરી ભરી શકાશે. તો ટેન્ડર ઓપનીંગની તારીખ 16 જૂન 2023 સાંજે 5.5 કલાકની છે. ટેન્ડર જરુરી યોગ્યતા અંગેના ડોક્યુમેન્ટ ઓનલાઇન મુકેલ ટેન્ડરમાં જણાવ્યા મુજબ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ટેન્ડર સાથે અચુક અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન સ્કેન કરેલા ડોક્યુમેન્ટ જ માન્ય ગણવામાં આવશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો