ગુજરાત વિધાનસભા હવે બનશે ડિજિટલ અને પેપરલેસ, નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન-NeVA પ્રોજેક્ટની થશે અમલવારી

ગુજરાત વિધાનસભા પણ હવે બનશે ડિજિટલ અને પેપરલેસ. નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન પ્રોજેક્ટ અમલવારીની સમીક્ષા માટે સ્ટેટ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ (SPMU)ની છઠ્ઠી  બેઠક મળી હતી.

ગુજરાત વિધાનસભા હવે બનશે ડિજિટલ અને પેપરલેસ, નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન-NeVA પ્રોજેક્ટની થશે અમલવારી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 03, 2023 | 4:13 PM

Gandhinagar: દેશની વિધાનસભાઓને ડીજીટલ બનાવવા ભારત સરકાર દ્વારા ‘વન નેશન, વન એપ્લીકેશન’ અંતર્ગત નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન એટલે કે NeVA પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાને પણ ડિજિટલ અને પેપરલેસ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા નેવા પ્રોજેક્ટને અમલી બનાવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

સ્ટેટ પ્રોજેકટ મોનીટરીંગ યુનિટ(SPMU)ની છઠ્ઠી બેઠક

‘સ્વચ્છ ભારત સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ’ને પ્રોત્સાહન આપતા NeVA પ્રોજેક્ટની અમલવારીની સમીક્ષા કરવા માટે આજે ગુજરાત વિધાનસભા ખાતે ભારત સરકારના સંસદીય બાબતોના સચિવ જી. શ્રીનિવાસના અધ્યક્ષસ્થાને સ્ટેટ પ્રોજેકટ મોનીટરીંગ યુનિટ(SPMU)ની છઠ્ઠી બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભામાં NeVAની અમલવારી માટે તબક્કાવાર થઇ રહેલી કામગીરીની વિસ્તૃત વિગતો આપતું પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેઝેન્ટેશન બાદ સચિવ સહિત ઉપસ્થિત સભ્યો દ્વારા  પ્રોજેક્ટની અસરકારક અમલવારી માટે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

નેવા પર ટ્રાયલ માટે વેબસાઈટનો ઈન્ટરફેસ સચિવ સમક્ષ રજૂ કરાયો

ગુજરાત વિધાનસભા દ્વારા NeVA પર ટ્રાયલ સ્ટેજ માટે કરવામાં આવેલી કામગીરી તેમજ વેબસાઈટનો ઇન્ટરફેસ સંસદીય બાબતોના સચિવ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સચિવે ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને કેપેસીટી બિલ્ડીંગ માટે તાલીમોનું આયોજના કરવા, રાજ્ય આધારિત ફેરફારો કરવા તેમજ તાલીમ માટે પ્રાદેશિક ભાષામાં સાહિત્ય તૈયાર કરવા માટે સૂચનો આપ્યા હતા. આ પ્રોજેક્ટની અમલવારી માટે જરૂર જણાયે ભારત સરકારના સંસદીય બાબતોના મંત્રાલય તરફથી પૂરતો સહયોગ આપવાની સચિવએ ખાતરી આપી હતી.

આ પણ વાંચો : Gujarati video : ઈ વિધાનસભા માટે 15 સભ્યોની કમિટી બનાવાઇ, બે માસમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય

બેઠક બાદ સચિવ શ્રીનિવાસને ગુજરાત વિધાનસભા ગૃહની પણ મુલાકાત લઇ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નેહરા, ગુજરાત ઇન્ફોરમેટી લી.ના મેનેજીંગ ડિરેક્ટર વિદેહ ખરે, રાજ્યના સંસદીય બાબતોના સચિવ સી.જે. ગોઠી, એન.આઈ.સી.ના સ્ટેટ ઇન્ફોરમેટીક્સ ઓફિસર પી. કે. સિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે
સ્નાતકોને ડિઝાઈનીંગ ક્ષેત્રમાં મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને ડિઝાઈનીંગ ક્ષેત્રમાં મહિને 29,000થી વધુ પગાર
મહિસાગર પોલીસે દારુ ભરેલી કારનો ફિલ્મી સ્ટાઈલે કર્યો પીછો, ચાલક ફરાર
મહિસાગર પોલીસે દારુ ભરેલી કારનો ફિલ્મી સ્ટાઈલે કર્યો પીછો, ચાલક ફરાર
સ્નાતકોને ડેરી ક્ષેત્રમાં મળશે મહિને 41,000થી વધુ પગાર
સ્નાતકોને ડેરી ક્ષેત્રમાં મળશે મહિને 41,000થી વધુ પગાર