ગુજરાતની નગરપાલિકા વિસ્તારોમાં કરવેરા રાહત, પ્રોત્સાહક વળતર યોજના જાહેર

ગુજરાતણઆ નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ 2022 -23 ની વેરાની રકમ જો નાગરિકો 31 મે 2022  સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 10  ટકા વળતર આપવામાં આવશે.

ગુજરાતની નગરપાલિકા વિસ્તારોમાં કરવેરા રાહત, પ્રોત્સાહક વળતર યોજના જાહેર
Gujarat Cm Bhupendra Patel (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 8:31 PM

ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના(Azadi Ka Amrit Mahotsav)  આ વર્ષે “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર” યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ(Nagarpalika)  દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ 2022 -23 ની વેરાની રકમ જો નાગરિકો 31 મે 2022  સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 10  ટકા વળતર આપવામાં આવશે.

ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ  15  ટકા વળતરનો લાભ

એટલું જ નહિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા સીએમ  ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે 31 મે 2022 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું 5  ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ  15  ટકા વળતરનો લાભ મળશે.

પેનલ્ટી, વોરંટ ફી ની રકમ  100 ટકા માફ

રાજ્યની નગરપાલિકાઓની અગાઉના વર્ષોના કરવેરાની પાછલી રકમ પણ જે નાગરિકોને ભરવાની બાકી હોય તેમને આવી રકમ-વેરા ભરવામાં સરળતા મુખ્યમંત્રીશ્રીએ કરી આપી છે. તદ્દઅનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, જે કરદાતા-નાગરિકને તેમની મિલ્કત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે જો તા.31  માર્ચ 2022  સુધીમાં ભરપાઇ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી ની રકમ  100 ટકા માફ કરવામાં આવશે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

રાજ્યની નગરપાલિકાઓની આવી આવકમાં વધારો  થશે

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યની નગરપાલિકાઓની આવકનો મુખ્ય સ્ત્રોત કરવેરા વસુલાતમાંથી થતી આવક છે. નગરપાલિકાઓ શહેરના વિકાસ કામો તથા નાગરિકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવા અંગેનો ખર્ચ આવા કરવેરા-ટેક્ષની આવકમાંથી કરતી હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓની આવી આવકમાં વધારો થાય સાથો સાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’નો અમલ કરવાનો નાગરિક સુખાકારીનો નિર્ણય કર્યો છે

આ પણ વાંચો : અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ખુલાસો, તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાનું હતું કાવતરું

આ પણ વાંચો :  ગુજરાતમાં બાળકોની મફતમાં તપાસ અને સારવાર થશે, 992 હેલ્થ ટીમ ગ્રામીણ વિસ્તારોમાં ફરશે

g clip-path="url(#clip0_868_265)">