અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ખુલાસો, તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાનું હતું કાવતરું

અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓ પૈકી એક આરોપીએ  મેજીસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળના નિવેદનમાં કબૂલાત કરી હતી કે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાનું કાવતરું રચાયું હતુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 6:10 PM

અમદાવાદ બ્લાસ્ટ કેસની(Ahmedabad Blast Case) તપાસમાં સામે આવ્યું હતુ કે આરોપીઓએ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને(Narendra Modi)  ટાર્ગેટ બનાવવાનું કાવતરૂ રચ્યુ હતુ. જેમાં બ્લાસ્ટ કેસના આરોપીઓ પૈકી એક આરોપીએ(Accused)  મેજીસ્ટ્રેટ સમક્ષ આ અંગે કબૂલાત પણ કરી હતી. આરોપીએ કલમ 164 હેઠળના નિવેદનમાં  કબૂલાત  કરી હતી કે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાનું કાવતરું રચાયું હતુ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ માં આજે દોષિતોને સજાની જાહેર કરવામાં આવી છે. શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ કુલ 49 દોષિત પૈકી 38 દોષિતને ફાંસી, 11 દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. તો સાથે જ કોર્ટે તમામ આરોપીને 2.85 લાખનો દંડ ફટકાર્યો છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસીક ચુકાદો આવ્યો છે. 38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે, સાથે જ ઇજાગ્રસ્તોને રુ 50,000 નું વળતર સરકાર આપે તેવો કોર્ટે આદેશ કર્યો છે. તો મૃતકના પરિવારને રાજ્ય સરકાર 1 લાખ વળતર આપે તેવો કોર્ટે હુકમ કર્યો છે. તો સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રુપિયા આપવા આદેશ કરાયો છે. સૌથી વધુ 7 હજાર 15 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે 9 ફેબ્રુઆરીએ સ્પેશિયલ કોર્ટે કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Surat : ટ્રાફિક પોલીસને ખોટી રીતે દંડ ફટકારવો ભારે પડયો, શિક્ષકને દંડની રકમ પરત કરી

આ પણ વાંચો :  ગુજરાતમાં બાળકોની મફતમાં તપાસ અને સારવાર થશે, 992 હેલ્થ ટીમ ગ્રામીણ વિસ્તારોમાં ફરશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">