ગુજરાત પોલીસ દળના 105 તાલીમાર્થી PIની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ, CMએ શ્રેષ્ઠ અધિકારીઓને સન્માનિત કર્યા

મુખ્યમંત્રીએ તાલીમ દરમ્યાન ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ૮ જેટલા તાલિમાર્થીઓની સફળતા અને સિદ્ધિને ટ્રોફી તથા પુરસ્કારથી બિરદાવ્યા હતા. કરાઇ પોલીસ અકાદમીમાંથી તાલીમ પૂર્ણ કરી પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ ઇન્સપેક્ટર્સમાં ૩પ બહેનો સહિત ૧૦પ યુવાઓનો સમાવેશ થાય છે.

ગુજરાત પોલીસ દળના 105 તાલીમાર્થી PIની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ, CMએ શ્રેષ્ઠ અધિકારીઓને સન્માનિત કર્યા
ગુજરાત પોલીસ દળના 105 PIની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 7:27 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel ) સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાતનું પોલીસ દળ(Gujarat Police Force) ટેક્નોસેવી નવ યુવાઓની પોલીસ સેવામાં નવ નિયુક્તિથી ટેક્નોલોજી સભર પોલીસ દળ બન્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ડિજીટલ ટેક્નોલોજીના આ યુગમાં સાયબર ક્રાઇમ(Cyber Crime) જેવા ગુન્હાઓ સહિતની બદલાઇ રહેલી ક્રાઇમ પેટર્નને જાણવા-સમજવા આવા નવયુવાન પોલીસ કર્મીઓની સજ્જતાને આપણે વધુ સંગીન બનાવવી છે.

મુખ્યમંત્રી ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે ૧૦પ તાલીમાર્થી પોલીસ ઇન્સપેક્ટર્સની(Police inspectors) દિક્ષાંત પરેડના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. (Harsh Sanghvi )ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી અકાદમીમાંથી પાસ આઉટ થઇ રહેલા નવનિયુક્ત પોલીસ ઇન્સપેક્ટર્સના પરિવારજનો પણ આ ગૌરવશાળી દિક્ષાંત પરેડ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

(CM Bhupendra Patel )  ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગુજરાત આજે શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનવા સાથે વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યુ છે તેના પાયામાં સમાજ જીવનની રક્ષા-સુરક્ષા માટેની પોલીસ દળની કર્તવ્ય પરાયણતા અને ફરજપરસ્તી પડેલા છે. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા પોલીસ ઇન્સપેક્ટર્સને પ્રેરણા આપતાં કહ્યું કે, વિકાસના મૂળમાં સુરક્ષા-સલામતિ માત્ર જરૂરિયાત નથી રહિ પરંતુ પ્રથમ શરત પણ બની ગઇ છે. વિકાસની ગતિને અડીખમ-અણનમ રાખવા રક્ષાશક્તિના બાવડાને શકય તેટલા વધુ મજબૂત બનાવવા સરકારની નેમ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તેમણે ઉમેર્યુ કે નવા પડકારો, બદલાતી જતી ક્રાઇમ પેટર્નને પહોંચી વળવા રાજ્ય સરકાર પણ વિશ્વાસ પ્રોજેક્ટ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ, સી.સી.ટીવી નેટવર્ક તથા બોડીર્વોન કેમેરા વગેરેથી પોલીસ દળને સમયની માંગ મુજબ સુસજ્જ કરી રહી છે. મુખ્યમંત્રીએ પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ કર્મીઓ ઉચ્ચ શિક્ષા-પદવી ધરાવે છે તેની સરાહના કરતાં ઉમેર્યુ કે, તેમની ક્ષમતા અને રાષ્ટ્ર-રાજ્ય રક્ષા માટેની કર્તવ્ય પરાયણતાને સમાજ શાંતિ-સલામતિ કાજે ઊજાગર કરવા રાજ્ય સરકાર સપોર્ટ આપશે.

સમાજ હિત–સમાજ રક્ષાના બોનાફાઇડ ઇન્ટેન્શનથી થયેલા કોઇ પણ કામમાં આ સરકાર તમારી પડખે રહેશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ આપ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રક્ષાશક્તિ, જ્ઞાનશક્તિ, જલશક્તિ, જનશક્તિ અને ઊર્જાશક્તિની શક્તિ પંચામૃત ધારાથી ગુજરાતની વિકાસ બુનિયાદ બૂલંદ બનાવી છે તેને વધુ ઉન્નત બનાવીને નિર્દોષ દંડાય નહિ, પ્રજાને રંજાડનારા છૂટે નહિ તેવી સંવેદના સાથે હવે આ નવનિયુક્ત અધિકારીઓ ખાખી વર્દીની આન-બાન-શાન વધારે તે અપેક્ષા છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરત બિટ પોલીસીંગથી સ્માર્ટ પોલિસીંગ તરફ આગળ વધ્યુ છે. ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ સાથોસાથ પોલીસ દળને પૂરતું માનવ સંશાધન બળ આપવાના પણ શ્રેણીબદ્ધ આયોજનો થયાં છે. ૧ હજાર ઉપરાંત પી.એસ.આઇ અને ૧૦ હજાર જેટલા લોકરક્ષકની ભરતી પ્રગતિમાં છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ તાલીમ દરમ્યાન ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ૮ જેટલા તાલિમાર્થીઓની સફળતા અને સિદ્ધિને ટ્રોફી તથા પુરસ્કારથી બિરદાવ્યા હતા. કરાઇ પોલીસ અકાદમીમાંથી તાલીમ પૂર્ણ કરી પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ ઇન્સપેક્ટર્સમાં ૩પ બહેનો સહિત ૧૦પ યુવાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ સૌ નવનિયુક્ત કર્મીઓને રાજ્ય-રાષ્ટ્ર હિત સર્વોપરિ રાખવાની શિખ આપતાં ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ આપી હતી.

અકાદમીના આચાર્ય ચૌધરીએ આ તાલીમ પૂર્ણ કરી પોલીસ સેવામાં જોડાઇ રહેલા યુવા અધિકારીઓને સેવા-કર્તવ્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. અધિક પોલીસ મહાનિદેશક (તાલીમ) શ્રી વિકાસ સહાયે અકાદમીનો તાલિમ અહેવાલ પ્રસ્તુત કર્યો હતો.

આ પણ વાંચો : ભાવનગરની નારી ઔદ્યોગિક વસાહતમાં MSME એકમો માટે 577 પ્લોટ્સની CMના હસ્તે ફાળવણી

આ પણ વાંચો : Surat: માત્ર 100 રૂપિયાના ઉછીના નહીં આપતા યુવાનને રેંહસી નાખ્યો, ક્રાઇમ બ્રાન્ચે કરી આરોપીની ધરપકડ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">