પેપર લીક કેસમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન: પ્રથમ દિવસે જ પકડી લીધા હતા 6 આરોપી, સરકાર વતી નોંધાયો છે કેસ

Head Clerk Paper Leak: હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું છે.

પેપર લીક કેસમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન: પ્રથમ દિવસે જ પકડી લીધા હતા 6 આરોપી, સરકાર વતી નોંધાયો છે કેસ
Harsh Sanghavi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 10:58 AM

Head Clerk Paper Leak: હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રેસ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ મામલો સામે આવ્યો હતો. તો આ મામલે તાત્કાલિક આ બાબતે ગુજરાત અને સાબરકાંઠા પોલીસને આ મુદ્દે તથ્ય જાણવા તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. તો પહેલા દિવસથી તપાસ થઇ રહી હોવાની વાત તેમણે કહ્યું છે., હર્ષ સંઘવીએ કહ્યું કે આ ગુના સાથે સંકળાયેલા આરોપીઓને નાસી જવા તક ના માળે તે માટે વ્યવસ્થા ગૃહ મંત્રાલયે કરી હતી.

પોલીસ વિભાગ દ્વારા 24 થી વધુ ટીમ બનાવાઈ હતી. તો આ મુદ્દે 88 હજાર યુવાનોએ પરીક્ષા આપી હોય. આ યુવાનોના ભવિષ્ય સાથે છેડા ન થાય એ માટે પોલીસે અલગ અલગ કોમેન્ટ આપી. પરંતુ આ કિસ્સા સાથે જોડાયેલા વ્યક્તિ છટકી ના શકે તે માટે કોઈ પણ પ્રકારના નિવેદન વગર આ આરોપીઓને પકડવામાં આવ્યા. અને ઘટનાના પહેલા દિવસથી સંપૂર્ણ કડી સુધી પહોંચવાનું કામ કરવામાં આવ્યું.

આ ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશને સરકાર તરફે વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ગુનામાં ત્રણ દિવસથી તપાસ થઇ છે એમાં પ્રથમ 10 ગુનેગારો સામે આવ્યા છે. જેમાંથી 6 ની ધરપકડ થઇ છે. તો વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

હર્ષ સંઘવીએ સમગ્ર મામલે કહ્યું કે આજ સુધી પેપર લીકમાં ક્યારેય સજા નહીં થઇ હોય એવી સજા કરવામાં આવશે. તો ભવિષ્યમાં આ પ્રમાણે કોઈ હિંમત ના કરે એવો દાખલો બેસાડવામાં આવશે. સમગ્ર મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે તેઓએ પોતે 18 થી વધુ બેઠકો લીધી છે. આ કેસમાં આગળ પેપર લીક કરનાર પર વધુમાં વધુ કલમો હેઠળ કાર્યવાહી થાય તેની તૈયારી પોલીસ દ્વારા કરવામાં આવી છે.

તપાસના અંત સુધી પહોંચ્યા પહેલા માત્ર ફરિયાદ દાખલ કરવી, અમે તપાસ કરીશું એવિ વાતો કરવી એ અમારી પરંપરા નથી. એવું કહેતા હર્ષ સંઘવીએ કહ્યું કે આવનારા દિવસોમાં 88 હજાર વિદ્યાર્થીઓનું મહેનત ફળ એ હશે કે આ સર્વે આરોપીઓને કડક સજા આપવામાં આવશે.

પરીક્ષા રદ કરવા મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે પરીક્ષા લેવી અને કઈ રીતે લેવી એ બાબત ગૌણ સેવા મંડળની છે. અમે હાલ પેપર લીક કરનારને સજા અપાવીશું. 6 આરોપીને માત્ર 24 કલાકમાં પકડવામાં આવ્યા હતા. તો બાકીના 4 આરોપીઓને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે.

આ મુદ્દે પેપર લાવનાર, ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરવાની માહિતી વગેરે ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. તો આવનારા દિવસોમાં તપાસ બાદ પેપર કેવી રીતે ફૂટ્યું છે તેની માહિતી આપવામાં આવશે. જો ગૌણ સેવાના કોઈ અધિકારી એમાં સામેલ હશે તો એણે પણ નહીં છોડવાની વાત હર્ષ સંઘવીએ કહી છે.

આ પણ વાંચો: ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે થશે શાંત, 19 ડિસેમ્બરના રોજ યોજાશે મતદાન

આ પણ વાંચો: OMG : ઓમિક્રોનના ખતરા વચ્ચે વિદેશથી આવેલા 490 લોકો ગુમ, પોલીસ શોધખોળમાં લાગી

g clip-path="url(#clip0_868_265)">