ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે થશે શાંત, 19 ડિસેમ્બરના રોજ યોજાશે મતદાન

Gujarat Gram Panchayat Election: ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે. તો 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 9:46 AM

Gram Panchayat Election: ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે. તો 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. જણાવી દઈએ કે 8 હજાર 684 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેનું પરિણામ 21 ડિસેમ્બરે પરિણામ જાહેર થવાનું છે. 19 ડિસેમ્બરે 27 હજાર 200 સરપંચ અને 1 લાખ 19 હજાર 998 સભ્યનું ભાવી સીલ થશે થશે. તો મહતવનું છે કે 1167 ગ્રામ પંચાયત બિન હરિફ થઈ છે અને 9 હજાર 669 સભ્ય બિન હરીફ ચૂંટાયા છે. ત્યારે અંશતઃબિન હરીફ ગ્રામ પંચાયતની સંખ્યા 6 હજાર 446 તો 4511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિન હરીફ થયા હોવાનું જાણવા મળ્યું છે.

તો ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના જંગને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે 3 દિવસ અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચની સમીક્ષા બેઠક હતી. ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે પણ ચર્ચા કરી લેવાઈ છે. 19મી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 19 ડિસેમ્બરે 8 હજાર 684 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે.જેમાં 27 હજાર 200 સરપંચ અને 1 લાખ 19 હજાર 998 સભ્યનું ભાવી ઈવીએમમાં સીલ થશે.

ચૂંટણી પંચના કહેવા પ્રમાણે 23 હજાર 97 મતદાન મથક છે.જેમાં 6 હજાર 656 મતદાન મથક સંવેદશીલ છે. જ્યારે 3 હજાર 74 મતદાન મથક અતિ સંવેદનશીલ છે.ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખ 15 હજાર 13 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખથી વધુ પુરુષ મતદારો અને 88 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

ચૂંટણી માટે 37 હજાર 429 મતપેટીનો ઉપયોગ લેવાશે. 2 હજાર 546 ચૂંટણી અધિકારીઓ ચૂંટણી કામમાં જોડાશે. મદદનીશ ચૂંટણી અધિકારી 2 હજાર 827 જોતરાશે. જ્યારે 1 લાખ 37 હજાર 466 પોલીંગ સ્ટાફ, 51 હજાર 747 પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે.નોંધનીય છે કે, 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરે ગ્રામપંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Mandi: સાબરકાંઠાના તલોદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7120 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો: નિર્દોષ કામદારોના મોત, જવાબદાર કોણ? ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક 5, 20થી વધુ સારવાર હેઠળ, 2 લાપતા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">