AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભુપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં મોટા માથાઓની થઈ બાદબાકી, જીતુ વાઘાણી, શંકર ચૌધરી અને જયેશ રાદડિયા સહિતના ધારાસભ્યોને પડતા મુકાયા

આ વખતે ભૂપેન્દ્ર સરકારમાં જીતુ વાઘાણી, કિરીટ સિંહ રાણા,પુર્ણેશ મોદી, મનીષા વકીલ, નિમિષા સુથાર, વીનુ મોરડીયા , નરેશ પટેલ, જીતુ ચૌધરી,શંકર ચૌધરી, રમણ વોરા,અલ્પેશ ઠાકોર, શંભુનાથ ટુંડિયા અને જયેશ રાદડિયા સહિતના ધારાસભ્યોને પડતા મુકાયા છે.

Breaking News : ભુપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં મોટા માથાઓની થઈ બાદબાકી, જીતુ વાઘાણી, શંકર ચૌધરી અને જયેશ રાદડિયા સહિતના ધારાસભ્યોને પડતા મુકાયા
Gujarat New Ministry
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 8:58 AM
Share

આજે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ શપથ લેશે. મળતી માહિતી પ્રમાણે 24 પ્રધાનોનું પ્રધાનમંડળ રચાઈ શકે છે. જેમાં 11 ધારાસભ્યો કેબિનેટકક્ષાના બનાવાય તેવી શક્યતા છે. જો કે ભુપેન્દ્ર પટેલ 2.0 સરકાર માં મોટા માથાઓની બાદબાકી કરવામાં આવી છે. જીતુ વાઘાણી, કિરીટ સિંહ રાણા,પુર્ણેશ મોદી, મનીષા વકીલ, નિમિષા સુથાર, વીનુ મોરડીયા , નરેશ પટેલ, જીતુ ચૌધરી,શંકર ચૌધરી, રમણ વોરા,અલ્પેશ ઠાકોર, શંભુનાથ ટુંડિયા અને જયેશ રાદડિયા સહિતના ધારાસભ્યોને પડતા મુકાયા છે.

ફરી એકવાર ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકાર !

12 સપ્ટેબર 2021 નો એ દિવસ કે જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર કોરોના સહિત અને એન્ટી ઈન્કમબસી જેવા વિવિધ મુદ્દાઓને કારણે વિજય રૂપાણી સરકારને બરખાસ્ત કરવામાં આવી અને નવી સરકારનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. એ દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સરકાર બની હતી, જેમાં જીતુ વાઘાણી, કિરીટ સિંહ રાણા અને પુર્ણેશ મોદી સહિતના મંત્રીઓને ફરીથી સ્થાન આપવામાં આવ્યુ હતુ. આ વખતે ભૂપેન્દ્ર સરકારે રેકોર્ડ બ્રેક બેઠકો સાથે જીત મેળવી છે, ત્યારે ફરી પાંચ વર્ષ માટે સરકાર બનાવવા જઈ રહી છે. જો કે આ વખતે અમુક મોટા માથાઓની બાદબાકી કરવામાં આવી છે.

આ વખતે નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયુ

આપને જણાવી દઈએ કે,  શપથ લેનારા મંત્રીઓને ટેલિફોનથી જાણ કરાઇ હતી. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ,  જગદીશ પંચાલ, કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપૂત, પરસોત્તમ સોલંકી, ભાનુબેન બાબરીયા, બચુભાઈ ખાબડ,  મુળુભાઇ બેરા, કુબેર ડીંડોર, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, ભીખુ પરમાર, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">