AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTE પ્રવેશ પ્રક્રિયા 2023-24 અંતર્ગત ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કયાર સુધી કરી શકાશે, જાણો વિગત

RTE Admission process 2023-24 અંતર્ગત ત્રીજા રાઉન્ડ માટે તા. 21 જૂન સુધી ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરી શકાશે. મહત્વનુ છે કે વેબપોર્ટલ મારફતે માત્ર ઓનલાઈન માધ્યમથી જ શાળાઓની પુનઃ પસંદગી કરી શકાશે તેવું જણાવવામાં આવ્યું છે.

RTE પ્રવેશ પ્રક્રિયા 2023-24 અંતર્ગત ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કયાર સુધી કરી શકાશે, જાણો વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 6:07 PM
Share

RTE -2009  અંતર્ગત અરજી કરેલી હોય તેવા વિધાર્થીઓ અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડના અંતે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓ તા. 21/06/2023  બુધવાર સુધીમાં RTEના વેબપોર્ટલ https://rte.orpgujarat.com પર જઇ શાળાની પુનઃ પસંદગી કરી શકશે.

આ સમગ્ર પ્રક્રિયા માટે શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવા જણાવવામાં આવ્યું છે. ત્યાર બાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. કોઈ પણ શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગી અનુસાર ક્રમ મુજબ શાળાઓ પસંદ કરવી જરૂરી હોવાનું જણાવ્યુ છે. ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે.

શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં આપવામાં આવેલા હેલ્પલાઈન નંબર પર વિદ્યાર્થીઓ સંપર્ક કરી શકશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા નહી માગતા હોય તેવા વિદ્યાર્થીઓ અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમ અનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ખાસ કરીને આ બેઠકમાં પ્રથમ રાઉન્ડ તેમજ બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ સમગ્ર રાજ્યમાં અંગ્રેજી માધ્યમની 13,068, ગુજરાતી માધ્યમની 15,404, હિન્દી માધ્યમની ૨૮૨૮, અન્ય માધ્યમની 291 સહિત કુલ 31,609 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. મહત્વનુ છે કે જે પણ વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય કરાઇ હોય અને RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમ્યાન વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય એમ યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે થશે, 1.25 લાખ લોકો એકસાથે યોગ કરી નોંધાવશે રેકોર્ડ

મહત્વનુ છે કે, RTE ACT-2009ની કલમ 12.1(ક) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. 04/05/2023 તથા બીજો રાઉન્ડ તા. 29/05/2023 નાં રોજ જાહેર કરવામાં આવ્યો હતો. બન્ને રાઉન્ડના અંતે એકંદરે 59,869 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. ફાળવવામાં આવેલ પ્રવેશ પૈકી 51,520 જેટલા બાળકોએ પ્રવેશ ફાળવાયેલ શાળાઓમાં જઈ પ્રવેશ સુનિશ્ચિત કરાવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">