Rain Breaking : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 201 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ જૂનાગઢના માંગરોળમાં 13.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં વલસાડના ઉમરગામમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડના વાપીમાં 10.55 ઈંચ વરસાદ વરસ્યો છે.
Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 201 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ જૂનાગઢના માંગરોળમાં 13.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં વલસાડના ઉમરગામમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડના વાપીમાં 10.55 ઈંચ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : ગુજરાતમાં તોફાની વરસાદની સંભાવના, વલસાડ સહિત અનેક જિલ્લાઓને અપાયુ રેડ એલર્ટ
જામનગરના જામજોધપુરમાં 7.59 ઈંચ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢના માળીયા હાટીનામાં 8.7 ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના પારડીમાં 193 મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના કેશોદમાં 174 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 59.11 વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છમાં સિઝનનો સૌથી વધારે વરસાદ 112.42 ટકા વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 53.77 ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 47.12 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 83.30 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અમદાવાદ,અમરેલી, ભાવનગર, બોટાદ, ગાંધીનગર,મોરબી, મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, પોરબંદર, સુરત સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
વલસાડ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ
રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. તો આગામી કેટલાક દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.આ સાથે જ જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, ભાવનગર, વલસાડ જિલ્લાને રેડ એલર્ટ અપાયું છે. તો દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી જિલ્લાને ઓરેન્જ એલર્ટ અપાયું છે.