Gujarat Weather Forecast : ગુજરાતમાં તોફાની વરસાદની સંભાવના, વલસાડ સહિત અનેક જિલ્લાઓને અપાયુ રેડ એલર્ટ
રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. તો આગામી કેટલાક દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. તો આગામી કેટલાક દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં અપાયુ ઓરેન્જ એલર્ટ, જુઓ Video
સૌરાષ્ટ્ર, ગુજરાત રિજયન સહિત રાજ્યમાં છુટોછવાયો ભારે વરસાદ વરસી શકે છે. તો બીજી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો આ બીજી તરફ આણંદ, અમદાવાદ, ખેડામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, ભાવનગર, વલસાડ જિલ્લાને રેડ એલર્ટ અપાયું છે. તો દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી જિલ્લાને ઓરેન્જ એલર્ટ અપાયું છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે અમદાવાદ,અમરેલી, ભાવનગર, બોટાદ, ગાંધીનગર,મોરબી, મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, પોરબંદર, સુરત સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં 163 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
રાજ્યમા ગઈકાલ રાત્રે 12 વાગ્યા સુધીમાં 163 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ(Monsoon 2023)નોંધાયો છે. સૌથી વધારે જૂનાગઢના માંગરોળમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે માળિયા હાટીનામાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ જામજોધપુર અને વાપીમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો આ તરફ પોરબંદરના કુતિયાણામાં 7 ઈંચ વરસાદ પડયો છે. જૂનાગઢ અને વલભીપુરમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના સંખેડામાં 5.5 ઇંચ,માણાવદર, કેશોદ અને પારડીમાં 5 ઇંચ અને વેરાવળ, ચોર્યાસી, તારાપુરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો