ગુજરાતમાં ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીના તહેવારોમાં વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલ રાહત દરે અપાશે

|

Oct 18, 2022 | 5:51 PM

ગુજરાતના(Gujarat)પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દિવાળીનો તહેવાર(Diwali 2022) ઉલ્લાસમય રીતે ઉજવી શકે તે આશયથી રાજ્ય રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીના તહેવારો માટે વધારાની એક કિલો ખાંડ(Sugar)અને એક લીટર સીંગતેલ રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીના તહેવારોમાં વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલ રાહત દરે અપાશે
Gujarat Ration Shop

Follow us on

ગુજરાતના(Gujarat)પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દિવાળીનો તહેવાર(Diwali 2022) ઉલ્લાસમય રીતે ઉજવી શકે તે આશયથી રાજ્ય રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીના તહેવારો માટે વધારાની એક કિલો ખાંડ(Sugar)અને એક લીટર સીંગતેલ રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. મંત્રી  વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ગરીબ મધ્યમ પરિવારને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે જેનું વિતરણ હાલ કરવામાં આવી રહ્યું છે.

1 લીટર સીંગતેલ રૂપિયા 100 ના રાહત દરે વિતરણ

તેમણે ઉમેર્યું કે, હાલ દિવાળીનાં તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ મળી 32 લાખ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ 1 કિલો વધારાની ખાંડનું વિતરણ અનુક્રમે રૂપિયા 15 અને રૂપિયા 22 પ્રતિ કિલોનાં ભાવથી વિતરણ કરવામાં આવે છે. તેમજ તમામ 71 લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે પ્રતિ કુટુંબ 1 લીટર સીંગતેલ રૂપિયા 100 ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

મંત્રીએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” ની અવધિ ત્રણ માસ એટલે કે ડિસેમ્બર -2022 માસ સુધી લંબાવાઈ છે.આ યોજના હેઠળ માહે ઑક્ટોબર-2022 માસ માટે 71 લાખ N.F.S.A.રેશનકાર્ડ ધારકોને રેગ્યુલર મળવાપાત્ર અનાજ ઉપરાંત પ્રતિ વ્યક્તિ 1 કિ.ગ્રા. ઘઉં તથા 4 કિ.ગ્રા. ચોખા મળી કુલ 5 કિ.ગ્રા. અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ 15/10/ 2022 થી શરૂ કરવામાં આવી છે.ભારત સરકારની સુચના મુજબ રાહતદરનું વિતરણ અને વિનામુલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે.

Published On - 5:47 pm, Tue, 18 October 22

Next Article