AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો શુભારંભ કરાવશે

વડાપ્રધાન મોદી આજે ગાંધીનગરમાં (gandhinagar) ગિફ્ટ સિટીની (Gift City)  મુલાકાતે લેશે. સાથે જ તેઓ ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો શુભારંભ કરાવશે.

Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો શુભારંભ કરાવશે
Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 1:19 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે PM મોદી આજે ગાંધીનગરમાં (gandhinagar) ગિફ્ટ સિટીની (Gift City)  મુલાકાતે લેશે. સાથે જ તેઓ ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો શુભારંભ કરાવશે. IIBX ભારતમાં સોનાના નાણાંકીયકરણને વેગ આપવાની સાથે જ સોર્સિંગ, ગુણવત્તાની ખાતરી અને કાર્યક્ષમ ભાવશોધની સુવિધા આપશે. ઉપરાંત વડાપ્રધાન મોદી IFSCAના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે.

નાણાંકીય ઈકોસિસ્ટમ પર હકારાત્મક અસર જોવા મળશે

મહત્વનું છે કે, આ બિલ્ડીંગની આઈકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. PM મોદીના હસ્તે NSE, IFSC-SGX કનેક્ટ લોન્ચ કરવામાં આવશે. આ કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝના તમામ ઓર્ડર્સ ‘NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ’ પર રૂટ કરવામાં આવશે.જેથી GIFT-IFSCમાં નાણાંકીય ઈકોસિસ્ટમ પર હકારાત્મક અસર જોવા મળશે.ગિફ્ટ સિટીની કલ્પના માત્ર ભારત જ નહીં વિશ્વની નાણાંકીય અને ટેકનિકલ સેવાઓ માટેના એક સંકલિત હબ તરીકે કરવામાં આવી છે.

સાબરકાંઠામાં વડાપ્રધાને જુના દિવસોને યાદ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુરુવારે સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને સાબરડેરી (Sabar Dairy) દ્વારા નવા સ્થાપવામાં આવેલા પાવડર પ્લાન્ટ અને ટેટ્રા પેક પ્લાન્ટનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જ્યારે ચીઝ પ્લાન્ટનુ ખાતમૂર્હત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાને 60 હજાર જેટલી મહિલાઓને સંબોધન કરતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જૂની યાદોને તાજી કરી હતી.

મોદી પહેલા હિંમતનગરમાં આવતા અને બસ તેમજ સ્થાનિક પેસેન્જર વાહનમાં મુસાફરી કરતા હોવાનુ અગાઉ તેઓ કહી ચુક્યા છે. હાલ પણ આ વાતને યાદ કરતા કહ્યુ કે, સાબરકાંઠામાં કોઈક જ એવો ભાગ હશે કે જ્યાં મારુ જવાનુ ના થયુ હોય. હિંમતનગરના બસ સ્ટેશન આગળ ઉભા રહીએ, એટલે ખેડ.. ખેડ… ખેડ.. ખેડ… વડાલી … વડાલી … હેંડો .. હેંડો… ઇડર, ભીલોડા હેંડો.. હેંડો…આ અવાજ આજે પણ મારા કાનમાં ગૂંજે છે.

g clip-path="url(#clip0_868_265)">