Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Visit Gujarat : ત્રણ દિવસના વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ પડાવ, ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમ બાદ દિલ્હી પરત જશે

વડાપ્રધાન ગાંધીનગર મહાત્મા મંદિરમાં ત્રણ દિવસની આયુષ સમિટનું સવારે 10 વાગ્યે ઉદઘાટન કરાવશે જ્યારે બપોરે 3:30 કલાકે દાહોદમાં 22 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ - શિલાન્યાસ કરશે. આ આદિજાતિ મહાસંમેલનમાં બે લાખથી વધુ લોકો હાજરી આપશે.

PM Modi Visit Gujarat : ત્રણ દિવસના વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ પડાવ, ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમ બાદ દિલ્હી પરત જશે
PM Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 7:07 AM

ગુજરાતના(Gujarat) ત્રણ દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદી(PM Modi) તેમના પ્રવાસના અંતિમ દિવસે  ગાંધીનગર (Gandhinagar)  મહાત્મા મંદિરમાં ત્રણ દિવસની આયુષ સમિટનું ઉદઘાટન (inauguration) કરાવશે . આ કાર્યક્રમમાં WHOના મહાનિર્દેશક પણ હાજર રહેશે. ત્યાર બાદ બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)  દાહોદ (Dahod) જશે ત્યાં 22 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ – શિલાન્યાસ કરશે અને આદિજાતિ મહાસંમેલનને સંબોધન કરશે જેમાં બે લાખ વધુ લોકો હાજરી આપશે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય આયુષ મૂડીરોકાણ અને નવકલ્પના પરિષદનો સવારે 10 વાગે ઉદઘાટન કરશે. આ ઉદઘાટન સમારંભમાં દેશ-વિદેશની દવા કંપનીઓના પ્રતિનિધિઓ, ઔષધીય પાકોનું વાવેતર કરતા ખેડૂતો, આયુર્વેદ ક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ પરિષદ દેશના આયુર્વેદિક દવાઓના નાના ઉત્પાદકો અને સ્ટાર્ટઅપને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગળ વધવાની તક મળશે.

દાહોદમાં પ્રધાનમંત્રી અંદાજે રૂપિયા 1400 કરોડથી વધારે મૂલ્યની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. દાહોદ જિલ્લા દક્ષિણ વિસ્તાર પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કરશે જે નર્મદા બેઝીન વિસ્તારમાં રૂપિયા 840 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. આનાથી દાહોદ જિલ્લા અને દેવગઢ બારિયા શહેરમાં અંદાજે 280 ગામડાંઓની પાણીની જરૂરિયાત પૂરી કરી શકાશે.

શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી

દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી રૂપિયા 335 કરોડના મૂલ્યની દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. આ પરિયોજનાઓમાં એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ભવન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, સ્યૂઅરેજ કાર્યો, ઘન કચરાની વ્યવસ્થાપન સિસ્ટમ અને વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ સામેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 120 કરોડના લાભો પંચમહાલ અને દાહોદ જિલ્લાના લગભગ 10,000 આદિવાસી સમૂહોને પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રી 66 KV ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ભવનો અને આંગણવાડીઓ તેમજ અન્ય પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે.

રૂ. 20 હજાર કરોડના ખર્ચે બનનારા રેલવે એન્જિન ઉત્પાદન યુનિટનો શિલાન્યાસ કરશે

પીએમ મોદી દાહોદમાં આવેલા પ્રોડક્શન યુનિટ ખાતે 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવનું ઉત્પાદન કરવા માટે શિલાન્યાસ કરશે. આ પરિયોજનાનો ખર્ચ લગભગ રૂપિયા 20,000 કરોડ છે. વરાળ એન્જિન લોકોમોટીવની સમયાંતરે જાળવણી કરવા માટે 1926માં દાહોદ વર્કશોપની સ્થાપના કરવામાં આવી હતી. હવે તેને ઇલેક્ટ્રિક લોકોમોટીવ વિનિર્માણ એકમમાં અપગ્રેડ કરવામાં આવશે અને ત્યાં માળખાકીય સુવિધાઓને લગતા સુધારાઓ કરવામાં આવશે. આના કારણે અંદાજે 10,000 કરતાં વધારે લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે. પ્રધાનમંત્રી રૂપિયા 550 કરોડના મૂલ્યની રાજ્ય સરકારની વિવિધ વિકાસ પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કરશે. આમાં રૂપિયા 300 કરોડના મૂલ્યની વિવિધ જળ પુરવઠા પરિયોજનાઓ, અંદાજે રૂપિયા 175 કરોડની દાહોદ સ્માર્ટ સિટી પરિયોજનાઓ, દૂધીમતી નદી પરિયોજના સંબંધિત વિવિધ કાર્યો, ઘોડિયા ખાતે GETCO સબસ્ટેશનનું કામ તેમજ અન્ય કાર્યો સામેલ છે.

આ પણ વાંચોઃ Ahmedabad : ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની સમસ્યા અને ફરિયાદોમાં વધારો થયો

આ પણ વાંચોઃ Ahmedabad : જર્નાલિઝમના ડિજિટલ માર્કેટિંગના પેપરમાં કોર્સ બહારના સવાલ પૂછાતા વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
g clip-path="url(#clip0_868_265)">