AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તલાટીની ભરતી માટે અત્યાર સુધીમાં 5 લાખથી વધારે ઉમેદવારી નોંધાઈ, 15મી સુધી ભરાશે ફોર્મ

ગુજરાત સરકારે રાજયમાં ફરીથી તલાટીની ભરતીની જાહેરાત કરી છે જેના પગલે મોટી સંખ્યામાં યુવાઓ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, આ વખતે ઉમેદવારી માટે 12 પાસની મર્યાદા રાખવામાં આવી છે તેથી મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાઈ રહી છે, માત્ર પાંચ જ દિવસમાં 5 લાખથી વધુ ઉમેદવારી નોંધાઈ ચૂકી છે

તલાટીની ભરતી માટે અત્યાર સુધીમાં 5 લાખથી વધારે ઉમેદવારી નોંધાઈ, 15મી સુધી ભરાશે ફોર્મ
FILE PHOTO
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 2:52 PM
Share

ગુજરાત સરકાર (Government of Gujarat) એ રાજયમાં ફરીથી તલાટી (Talati) ની ભરતીની જાહેરાત બહાર પાડી છે જેના પગલે મોટી સંખ્યામાં યુવકો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. આ વખતે ઉમેદવારી માટે 12 પાસની મર્યાદા રાખવામાં આવી છે તેથી મોટી સંખ્યામાં યુવકો ઉમેદવારી કરી રહ્યા છે. માત્ર પાંચ જ દિવસમાં 5 લાખથી વધુ ઉમેદવારો (candidates) નોંધાઈ ચૂક્યા છે.

રાજ્ય સરકારે ગત 28 જાન્યુઆરીના રોજ તલાટી માટેની ભરતી (recruitment) ની જાહેરાત કરી હતી. જે પ્રમાણે ઉમેદવારી નંધાવવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કરાયો છે. ઓનલાઈન ઉમેદવારી નોંધવામાં આવી રહી છે. તેથી યુવકો પોતાના મોબાઈલ ફોન પરથી પણ ઉમદેવારી ફોર્મ ભરી દસ્તાવેજ અપલોડ કરી શકે છે. તલાટી માટેની પરીક્ષા (Exam) માર્ચ-એપ્રિલમાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ લેશે પરીક્ષા

ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની 3,437 જગ્યા ભરવામાં આવશે. આ માટેની પરીક્ષામાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉમેદવારી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 5.16 લાખથી વધુ ઓનલાઈન ઉમેદવારી ફોર્મ ભરાયાનું અને 3.98 લાખથી વધુ ઉમેદવારોના ફોર્મ માન્ય રહેવાની શક્યતા છે. જોકે હજુ 15 તારીખ સુધીનો સમય હોવાથી કુલ ઉમેદવારી 15 લાખથી વધુ થવાની સંભાવના છે. જોકે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો માટે પરીક્ષા યોજવી એ GPSSB માટે પડકારજનક બની રહેશે કેમ કે માર્ચ એપ્રિલ મહિનામાં પરીક્ષા યોજવાની હોવાથી હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે.

આ રીતે કરી શકાશે અરજી

આ માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર સબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે . સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા , શૈક્ષણિક લાયકાત , ઓનલાઇન અરજી કરવાની રીત , ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો , માજી સૈનિક તથા મહિલા(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩)ઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ / માહિતી / સુચના / શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે

આ પણ વાંચોઃ Ahmedabad: 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જજ કોરોના સંક્રમિત, સુનાવણીની તારીખ લંબાવાઈ

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનનું રૂપિયા 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ, જાણો શહેરમાં ક્યા કેટલો વિકાસ થશે

g clip-path="url(#clip0_868_265)">