AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalol: અમેરિકા મોકલવાના પૈસાની માગણીમાં થયેલાં ફાયરિંગનો કેસઃ કથિત વાતચીતની ઓડીયો કલીપ ફરતી થઈ

Kalol: અમેરિકા મોકલવાના પૈસાની માગણીમાં થયેલાં ફાયરિંગનો કેસઃ કથિત વાતચીતની ઓડીયો કલીપ ફરતી થઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 2:19 PM
Share

કલોલમાં અમેરિકા જવાને લઈ એજન્ટ દ્વારા કરાયેલ ફાયરિંગ બાદ દેવમ અને સુનિલ ભાઈ વચ્ચે થયેલી કથિત વાતચીતની ઓડિયો કલીપ ફરતી થઈ છે જેમાં એજન્ટ દેવમ અને સુનિલ ભાઈ કે જેઓ મહિલા psiના પતિ છે આ વ્યક્તિની સંડોવણી પણ આ કેસમાં બહાર આવી છે

ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કલોલ (Kalol) માં અમેરિકા (America) જવાને લઈ એજન્ટ દ્વારા કરાયેલ ફાયરિંગ બાદ દેવમ અને સુનિલ ભાઈ વચ્ચે થયેલી કથિત વાતચીતની ઓડિયો કલીપ ફરતી થઈ છે જેમાં એજન્ટ દેવમ અને સુનિલ ભાઈ કે જેઓ મહિલા psiના પતિ છે આ વ્યક્તિની સંડોવણી પણ આ કેસમાં બહાર આવી છે

કલોલ ફાયરિંગ કેસ મહિલા PSIનાં પતિ સાથે એજન્ટે કરેલી વાતચીતની ઓડીયો ક્લિપ ( Audio clip) ફરતી થઈ છે. આ ક્લિપમાં દેવમ નામનો માણસ પીએસઆઈના પતિ સુનિલ પટેલ સાથે રોષપૂર્વક વાત કરી રહ્યો છે અને એમ કહી રહ્યો છે કે તેમારી ઓળખાણના હિસાબે આ કામ કર્યું અને હવે મારા પિતા અને ભાઈને પોલીસને માર ખાવો પડી રહ્યો છે.

દેવમ- તમારી વાઈફ પીએસઆઈ છે અને તમારા મામા ડીવાયએસપી છે. એ ગમે તે કરો, તમે એક વસ્તુ સમજો. આ આપણું ગામ હતું અને તમારા ભરોસે કામ, તમારું કેન્સલ થયું અને મારું, મે આ વસ્તુ કરી,

સુનિલ- મને સાહેબ પૈસા માગ્યા તો મેં ના પાડી દીધી

દેવમ- અરે ભાઈ પૈસાનો સવાલ જ નથી.

સુનિલ – નહીં નહીં, એણે પૈસા માગ્યા અને ખોટી રીતથી માગ્ચા તો મેં ના પાડી દીધી. મારે આમાં નથી પડવું, ચોખી વસ્તુ છે યાર, પછી મેં એને ફોન નથી કર્યો.

દેવમ- અરે ભાઈ એ બધુ મુકો તમે, પેલા હર્ષનું આઈડી છે તમારી જોડે.

સુનિલ- હર્ષનું આઈડી જોઇ લઉ હવે, અંદર રિસ્ટોર કર્યું હતું. તમે મારી વાત સમજો, મને એક બે કલાક આપો, બધાના આઈડી હું ગ્રૂપમાંથી પ્રોવાઈડ કરું છું.

દેવમ- ભાઈ તમે બધું કઢાવી આપો અને કહો કે આ વસ્તુ કરી છે. આખા એજન્ટ ગ્રૂપમાં, અને કહી દો કે તમારો માણસ પોલીસ સ્ટેશનમાં બેઠો છે.

દેવમ- આજે મારા બાપા અને ભાઈને માર ખાવો પડે. એ પણ લીગલ કામમાં.

સુનિલ – પણ કોણે માર્યા

દેવમ – અરે પોલીસ જ મારે ને યાર, કોણ મારે, બીજું તો કોણ મારે, કેવી વાત કરો છો તમે યાર.

આ પણ વાંચોઃ  જામનગરમાં અતિવૃષ્ટિથી તુટેલા કોઝવે અને બ્રિજના સમારકામ થશે, પ્રધાન પૂર્ણેશ મોદીએ રુ. 35 કરોડના કામ મંજુર કર્યા

આ પણ વાંચોઃ Anand: નશામાં ધૂત યુવતીએ મેલડી માતાના મંદિરમાં દારુનો છંટકાવ કર્યો, યુવતીના કારસ્તાનનો વીડિયો સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">