AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: નશામાં ધૂત યુવતીએ મેલડી માતાના મંદિરમાં દારુનો છંટકાવ કર્યો, યુવતીના કારસ્તાનનો વીડિયો સામે આવ્યો

Anand: નશામાં ધૂત યુવતીએ મેલડી માતાના મંદિરમાં દારુનો છંટકાવ કર્યો, યુવતીના કારસ્તાનનો વીડિયો સામે આવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 11:30 AM
Share

આણંદ જિલ્લાના દાવોલ ગામના મેલડી માતાના મંદિરમાં એક યુવતીએ હોબાળો મચાવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેને લઇને ગ્રામજનોએ ભેગા થઇને પોલીસમાં પણ ફરિયાદ કરી છે.

આણંદ (Anand) જિલ્લાના બોરસદના દાવોલ ગામ (Davol Village)માં એક વિચિત્ર ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર ગ્રામજનોએ મળીને એક યુવતી સામે પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી છે. ગ્રામજનોની ફરિયાદ છે કે ગામના મેલડી માતાના મંદિરમાં એક યુવતીએ વિદેશી દારુના છાંટા ઉડાવ્યા હતા અને નશાની હાલતમાં હોબાળો પણ મચાવ્યો હતો.

આણંદ જિલ્લાના દાવોલ ગામના મેલડી માતાના મંદિરમાં એક યુવતીએ હોબાળો મચાવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેને લઇને ગ્રામજનોએ ભેગા થઇને પોલીસમાં પણ ફરિયાદ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અમદાવાદની એક યુવતી ગામના મેલડી માતાના મંદિરમાં આવી હતી. આ યુવતી વિદેશી દારુની બોટલલ સાથે મંદિરમાં આવી હતી. યુવતી નશાની હાલતમાં લાગતી હતી. યુવતીએ મંદિરમાં પ્રવેશીને મેલડી માતાજીની ઉપર વિદેશી દારુની બોટલમાંથી દારુ કાઢીને માતાજી પર છંટકાવ કર્યો હતો. યુવતીએ નશાની હાલતમાં આવુ કરતા ગ્રામજનોએ તેને સમજાવી પણ હતી. જો કે યુવતીએ ગ્રામજનોની એક વાત ન માનીને હોબાળો મચાવ્યો હતો.

ગ્રામજનોની સમજાવટ છતાં યુવતી ન માનતા આખરે ગ્રામજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગ્રામજનોનું કહેવુ છે કે અગાઉ આ યુવતીએ આ જ ગામના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બોરસદ પોલીસે અમદાવાદની યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-

Surat : 24 દિવસ બાદ શહેરમાં કોરોનાથી એક પણ મોત નહીં, સંક્ર્મણ પણ ઘટતા તંત્રને મોટી રાહત

આ પણ વાંચો-

Surat: અમદાવાદ સાથે સુરતને પણ તહેસનહેસ કરવાનું હતુ આતંકીઓનું ષડયંત્ર, જાણો સુરતને કેવી રીતે બચાવાયુ

g clip-path="url(#clip0_868_265)">