AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junior clerk Exam: આવતીકાલે 3 હજાર કેન્દ્ર ઉપર 9.58 લાખ ઉમેદવાર આપશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, વાંચો કેવી રહેશે વ્યવસ્થા

એસ.ટી. નિગમ દ્વારા 6000 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે અંતરિયાળ વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ઘણા પરીક્ષા કેન્દ્ર એક જિલ્લામાંથી અન્ય જિલ્લાના દૂરના નાનકડા તાલુકામાં પણ સેન્ટર આપવામાં આવ્યું છે.

Junior clerk Exam: આવતીકાલે 3 હજાર કેન્દ્ર ઉપર 9.58 લાખ ઉમેદવાર આપશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, વાંચો કેવી રહેશે વ્યવસ્થા
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 11:51 AM
Share

ગુજરાતમાં પેપરલીકના વિરોધમાં કાયદો બન્યા બાદ આગામી 9 એપ્રિલના રોજ રવિવારે સૌપ્રથમ અને સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવા જઇ રહી છે. રાજ્યમાં પેપરલીકના હારમાળા વચ્ચે રવિવારે ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે.  જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યના 9 લાખ ૫8 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા  હેલ્પ લાઇન નંબર જાહેર

જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવામાં આવશે.પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો જાણીજોઇને દૂર રાખવામાં આવ્યા હોવાનું હસમુખ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો: Gujarati Video: પેપર લીક કરનારને બક્ષવામાં આવશે નહીં: GPSSB ચેરમેન હસમુખ પટેલ

પ્રથમ વખત પરીક્ષાર્થી ઉમેદવારોને કેન્દ્રો સુધી પહોંચવા માટે 254 રૂપિયાનું મુસાફરી ભથ્થું

સરકાર પ્રથમ વખત પરીક્ષાર્થી ઉમેદવારોને કેન્દ્રો સુધી પહોંચવા માટે 254 રૂપિયા ઉચ્ચક મુસાફરી ભથ્થું આપશે. ઉમેદવારોએ બીજી વાર પરીક્ષા આપવા જવાનું હોવાથી સરકારે આ એક પરીક્ષા પૂરતું ખાસ કિસ્સામાં મુસાફરી ખર્ચ આપવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે મુસાફરી ભથ્થાનું ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે. પરીક્ષા બાદ ઉમેદવારના બેંક ખાતામાં રકમ જમા કરાવવામાં આવશે. 9.58 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હોવાથી બોર્ડને મુસાફરી ભથ્થા પાછળ અંદાજે 30 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

જો કે ઉમેદવારોને તેમના રહેઠાણથી દૂરના જિલ્લામાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા હોવાથી તેમની હાલાકીમાં વધારો થશે. પરીક્ષાનો સમય માત્ર એક કલાકનો છે, પરંતુ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી આવવા અને જવામાં કલાકોનો સમય લાગી શકે છે. જેના કારણે પરીક્ષાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

એસટી નિગમ દ્વારા 6000 બસની વ્યવસ્થા

એસ.ટી. નિગમ દ્વારા 6000 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે અંતરિયાળ વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ઘણા પરીક્ષા કેન્દ્ર એક જિલ્લામાંથી અન્ય જિલ્લાના દૂરના નાનકડા તાલુકામાં પણ સેન્ટર આપવામાં આવ્યું છે.

બીજી તરફ પેપરલીક બિલમાં જે પણ કાયદાઓનો ઉલ્લેખ છે તે પણ આ પરીક્ષાથી લાગુ થશે.  જો કોઇ વ્યક્તિ પેપરલીક કરશે અથવા પેપરલીક કરવાનો પ્રયાસ કરશે તો તેને નવા કાયદા મુજબ સજા કરવામાં આવશે.  GPSSB ચેરમેન હસમુખ પટેલે પેપરલીક કરનારાઓને ચીમકી આપી છે કે, આ વખતે જો કોઇ પેપરલીક કરશે તો તેને બક્ષવામાં નહીં આવે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">