AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: પેપર લીક કરનારને બક્ષવામાં આવશે નહીં: GPSSB ચેરમેન હસમુખ પટેલ

Gujarati Video: પેપર લીક કરનારને બક્ષવામાં આવશે નહીં: GPSSB ચેરમેન હસમુખ પટેલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 8:08 PM
Share

યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ પર હસમુખ પટેલે સ્પષ્ટતા કરતા  તેમણે કહ્યુ કે, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ડમી કોલ લેટર બન્યા હોય તેવી કોઈ માહિતી તેમણે નથી. એટલું જ નહિં તેમણે એવું પણ કહ્યુ કે, જે 4 નામો જણાવ્યા છે, તે કોઈને દર્શાવેલા સંવર્ગમાં નોકરી મળી નથી, છતાં આગળની તપાસમાં નામ ખુલશે તો કાર્યવાહી થશે.

પેપરલીકના વિરોધમાં કાયદો બન્યા બાદ સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાઈ રહી છે. 9 એપ્રિલે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે. બિલમાં જે પણ કાયદાઓનો ઉલ્લેખ છે તે આ પરીક્ષાથી લાગુ થશે. જો કોઈ વ્યક્તિ પેપરલીક કરશે અથવા પેપરલીક કરવાનો પ્રયાસ કરશે તો તેને નવા કાયદા મુજબ સજા કરવામાં આવશે.

GPSSB ચેરમેન હસમુખ પટેલે પેપર લીક કરનારાઓને ચીમકી આપી છે કે આ વખતે જો કોઈ પેપરલીક કરશે તો તેને બક્ષવામાં નહીં આવે. એટલું જ નહીં કોઈપણ વ્યક્તિ પેપર ફોડવાની હિંમત નહીં કરે તેવી સજાની જોગવાઈ છે. છતાં પણ બોર્ડે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

તો યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ પર હસમુખ પટેલે સ્પષ્ટતા કરતા  તેમણે કહ્યું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ડમી કોલ લેટર બન્યા હોય તેવી કોઈ માહિતી તેમણે નથી. એટલું જ નહિં તેમણે એવું પણ કહ્યું કે, જે 4 નામો જણાવ્યા છે, તે કોઈને દર્શાવેલા સંવર્ગમાં નોકરી મળી નથી, છતાં આગળની તપાસમાં નામ ખુલશે તો કાર્યવાહી થશે.

ભાવનગર પેપર લીકની ઘટનામાં 1 યુવતી પણ સામેલ

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં લેવાયેલી બી.કોમ સેમેસ્ટર 6 નું પેપર લીક થયાના વાતમાં આખરે સતાધીશોએ પેપર લીક થયું છે તેમ કબુલ્યું છે. અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલિસે જી.એલ કાકડીયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીની ધરપકડ કરી છે. પોલીસે અત્યાર સુધી ઈન્ચાર્જ પ્રિન્સિપલ અને બે વિદ્યાર્થીની અટકાયત કરી છે આ સાથે જ અન્ય એક વિદ્યાર્થિની યુવતીની અટકાયત કરવાની બાકી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">