Rajkot: જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે તંત્ર સજ્જ, 150 કેન્દ્રોમાં 43 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા
જેમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે કોઈ પરીક્ષાર્થી ગેરરીતિ કરવાનું ન વિચારે નહિતર નવા કાયદા મુજબ 10 વર્ષ સુધીની સજા ભોગવવા તૈયાર રહેવું પડશે.કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે દરેક કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે.કેન્દ્ર દીઠ 1 PSI,1 ASI અને 7 જેટલા પોલીસ જવાનો સહિતનો સ્ટાફ ખડે પગે રહેશે.
ગુજરાતમાં ગત 29 તારીખે પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થયું હતું અને લાખો ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યુ હતું.ત્યારથી અત્યાર સુધી પેપરલીકમાં સંડોવાયેલા અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આખરે આ પરીક્ષા ફરી એક વાર આગામી 9 એપ્રિલે લેવામાં આવનાર છે.ત્યારે તંત્ર સામે પણ ફરી એક વાર પેપરલીક ન થાય અને પરીક્ષાનું સફળ આયોજન થાય તે એક મોટો પડકાર રહેવાનો છે.ફરી એક વાર પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ અને આખું સરકારી તંત્ર સજ્જ છે.
કેન્દ્રોના ક્લાસરૂમ સીસીટીવી કેમેરા ચાલુ રહેશે અને સતત મોનીટરીંગ કરવામાં આવશે
જેમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે કોઈ પરીક્ષાર્થી ગેરરીતિ કરવાનું ન વિચારે નહિતર નવા કાયદા મુજબ 10 વર્ષ સુધીની સજા ભોગવવા તૈયાર રહેવું પડશે.કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે દરેક કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે.કેન્દ્ર દીઠ 1 PSI,1 ASI અને 7 જેટલા પોલીસ જવાનો સહિતનો સ્ટાફ ખડે પગે રહેશે.આ ઉપરાંત 30 જેટલી ફ્લાઈંગ સ્કવોડ અલગ અલગ કેન્દ્રો પર સતત ચેકીંગ કરશે.આ ઉપરાંત તમામ કેન્દ્રોના ક્લાસરૂમ સીસીટીવી કેમેરા પણ ચાલુ રહેશે અને તેના દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં 150 કેન્દ્રોમાં 43 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા
આખા રાજ્યમાં 9 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે ત્યારે રાજકોટ જિલ્લામાં 150 કેન્દ્રો પર 43 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે.એક ક્લાસરૂમ દીઠ 30 ઉમેદવારોને બેસાડવામાં આવશે.ત્યારે આ વખતે ગેરરીતિ અટકાવવા માટે આ પરીક્ષામાં ઉમેદવારોને પોતાના જિલ્લાથી અલગ જિલ્લામાં કેન્દ્ર આપવામાં આવ્યા છે.જેથી દરેક જિલ્લામાં અન્ય જિલ્લામાંથી ઉમેદવારો પરીક્ષા આપવા આવશે.જેથી અલગ અલગ જિલ્લાઓમાં અનેક સમાજ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાત્રિ રોકાણ અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.આ ઉપરાંત તંત્ર દ્વારા પરીક્ષા સંબંધી માહિતી માટે હૅલ્પ લાઇન નં. 0281-2441248 પણ કાર્યરત કરવામાં આવી છે.
11.45 સુધીમાં પ્રવેશ મેળવી લેવો,મોબાઈલ સ્માર્ટ વોચ પર પ્રતિબંધ
પરીક્ષાનો સમય 12.30 થી 1.30 વાગ્યાનો છે અને ઉમદવારોને પરીક્ષા કેન્દ્રોમાં 11.45 વાગ્યા સુધી જ પ્રવેશ મળશે અને ત્યારબાદ પ્રવેશ આપવામાં નહિ આવે. આ ઉપરાંત કેન્દ્રોમાં મોબાઈલ, પરીક્ષાલક્ષી સાહિત્ય અને સ્માર્ટ વોચ પહેરીને જવા પર પ્રતિબંધ છે. જો કોઈ ઉમેદવાર કેન્દ્રમાં મોબાઈલ લઈને કે સ્માર્ટવોચ પહેરીને જશે તો તે જપ્ત કરવામાં આવશે અને પરત પણ નહિ મળે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…