નવરચિત મંત્રીમંડળના કોણ છે આ 14 રાજ્યકક્ષાના મંત્રીઓ? જાણો તેમના વિશે વિગતમાં

આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 24 મંત્રીઓને પદ અને ગુપ્‍તતાના શપથ લેવડાવ્યા હતા. ચાલો તમાથી 14 રાજ્યકક્ષાના મંત્રીઓનો પરિચય મેળવીએ.

નવરચિત મંત્રીમંડળના કોણ છે આ 14 રાજ્યકક્ષાના મંત્રીઓ? જાણો તેમના વિશે વિગતમાં
Information about 14 state level ministers of Gujarat newly formed cabinet 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 6:39 PM

આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ કક્ષાના 10, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 મંત્રીઓને અને રાજ્યકક્ષાના 9 મંત્રીઓ એમ મળીને કુલ 24 મંત્રીઓને પદ અને ગુપ્‍તતાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યના નવરચિત મંત્રી મંડળના રાજ્યકક્ષાના મંત્રીઓનો પરિચય મેળવીએ.

1. હર્ષ સંઘવી હર્ષ સંઘવી, ૧૬૫-મજૂરા મત વિભાગ સુરત શહેર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૮ જાન્યુઆરી-૧૯૮૫ના રોજ સુરત ખાતે થયો હતો. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. વ્યવસાયની વાત કરીએ તો, મુખ્ય વ્યવસાય ડાયમંડ, જ્વેલરી મેન્યુફેક્ચરિંગનો છે. હર્ષ સંઘવી ૧૩મી વિધાનસભાના પણ સભ્ય હતા. હર્ષ સંઘવીને રમતગમત, સાહસિક પ્રવૃત્તિ, ભ્રમણ, જન-સંપર્કનો શોખ છે.

2. જગદીશ પંચાલ જગદીશ ઇશ્વરભાઇ પંચાલ, અમદાવાદ શહેર ૪૬-નિકોલ મતવિભાગ વિધાનસભારહી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૧૨ ઓગસ્ટ ૧૯૭૩ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. અભ્યાસમાં એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગની ડીગ્રી મેળવેલી છે. તેમનો વ્યાવસાય ટેક્સટાઇલ મશીનરીનો છે. વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન તેમનો શોખ છે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

3. બ્રિજેશ મેરજા મોરબીના ૬૫ મોરબી મતવિભાગથી વિધાનસભામાં ચૂંટાયેલા છે બ્રિજેશ મેરજા. તેમનો જન્મ ૧લી માર્ચ, ૧૯૫૮ના રોજ ચમનપર ખાતે થયો હતો. બી.કૉમ, ડિપ્લોમા ઇન બેન્કિંગ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, એડવર્ટાઈઝ એન્ડ પબ્લિક રિલેશન, ગવર્નમેન્ટ ડિપ્લોમા ઈન કો-ઓપરેશન એન્ડ એકાઉન્ટન્સી, એલએલ.બી. (પ્રથમ વર્ષ) નો તેમનો અભ્યાસ છે. તેઓ કન્સલટન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રાકૃતિક સ્થળોનો પ્રવાસ, જૂની ફિલ્મોનાં ગીતો સાંભળવાં. જનસંપર્ક, વાંચન, મનન, ચિંતન, જેવા શોખ ધરાવે છે.

4. જીતુ ચૌધરી જીતુ હરજીભાઇ ચૌધરી ૧૮૧ કપરાડા મતવિભાગ, વલસાડથી વિધાનસભામાં ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જૂન, ૧૯૬૪ના રોજ વલસાડના કપરાડા તાલુકાના કાકડકોપર ખાતે થયો હતો. તેમણે અન્ડર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે ર૦૦ર-૦૭, ર૦૦૭-૧ર અને ર૦૧૨-૧૭ માં વિધાનસભામાં ચૂંટાયા હતા. તે વાંચન, રમતગમત, ધાર્મિક સ્‍થળોનો પ્રવાસ, સામાજિક પ્રવૃત્તિ, ભજન-સત્સંગ, કથા-શ્રવણ, લોક-ડાયરો જેવા શોખ ધરાવે છે.

5. મનીષા વકીલ ૧૪૧ વડોદરા શહેર મત વિભાગથી મનીષા વકીલ વિધાનસભામાં ચૂંટાયેલા છે. જન્મ તા. ૨૫ માર્ચ-૧૯૭૫ના રોજ વડોદરા ખાતે થયો હતો. એમ.એ. અને બી.એડ. (અંગ્રેજી સાહિત્ય) સુધીનો અભ્યાસ કરેલો છે. મનીષા વકીલ તેરમી ગુજરાત વિધાનસભાના પણ સભ્ય હતા. તેઓ વાંચનનો શોખ ધરાવે છે.

6. મુકેશ પટેલ મુકેશ પટેલ ૧૫૫-ઓલપાડ મત વિભાગ સુરત વિધાનસભાથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ર૧ માર્ચ, ૧૯૭૦ના રોજ સુરત ખાતે થયો હતો. તેમણે એચ.એસ.સી., ડ્રાફ્ટ્સમેન સિવિલ સુધીનો અભ્યાસ કરેલો છે. વ્યવસાયમાં પેટ્રોલપંપના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે તેરમી ગુજરાત વિધાનસભા ર૦૧૨-૧૭ ના પણ સભ્ય હતા. ધાર્મિક પુસ્તકોનું વાંચન, ક્રિકેટ અને પ્રવાસનો શોખ ધરાવે છે.

7. નિમિષા સુથાર નિમિષા સુથાર ૧૨૫-મોરવાહડફ મતવિભાગ, પંચમહાલથી વિધાનસભામાં ચુંટાયેલા છે. તેમનો જન્મ વર્ષ ૧૯૮૨માં થયો હતો. મોરવાહડફની વિધાનસભાની બેઠક ઉપરથી વર્ષ ૨૦૨૧માં પેટાચૂંટણીમાં વિજેતા થયા હતા. તેઓ વર્ષ ૨૦૧૩-૧૭ દરમિયાન પણ ગુજરાત વિધાનસભામાં મોરવાહડફથી ચૂંટાયા હતા. ડિપ્લોમાં ઈન ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્પ્યુટર કમ પ્રોગ્રામિંગનો અભ્યાસ કરેલો છે.

8. અરવિંદ રૈયાણી ૬૮ રાજકોટ(પૂર્વ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે અરવિંદ રૈયાણી. તેમનો જન્મ તા. ૦૪ જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ રાજકોટ ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી.સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ વેપાર સાથે સંકળાયેલા છે. શોખમાં વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

9. કુબેર ડીંડોર કુબેર ડીંડોર ૧૨૩-સંતરામપુર, મહીસાગર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેઓનો જન્મ તા. ૦૧ જૂન ૧૯૭૦ના રોજ મહિસાગર જિલ્લાના, સંતરામપુર તાલુકાના ભંડારા ખાતે થયો છે. તેમણે એમ.એ., પીએચ.ડી.નો અભ્યાસ કરેલો છે. તેઓ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લેખન, વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

10. કીર્તિસિંહ વાઘેલા કીર્તિસિંહ વાઘેલા ૧૫-કાંકરેજ મત વિભાગ બનાસકાંઠાથી વિધાનસભામાં ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જૂન, ૧૯૬૯ના રોજ ચાણસ્માના આકબા ગામે થયો હતો. અન્ડર ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ મેળવેલા આ નેતા ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ નેતાએ ભાજપમાં વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ લેખન, વાંચન, સાહિત્ય, સંગીત અને પ્રવાસનો શોખ ધરાવે છે.

11. ગજેન્દ્રસિંહ પરમાર ગજેન્દ્રસિંહ પરમાર, ૩૩ પ્રાંતિજ મત વિભાગ, સાબરકાંઠા વિધાનસભાથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ર૪ જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ થયો હતો. તેમણે ટી.વાય.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. અને ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

12. રાઘવ મકવાણા રાઘવ મકવાણા, ૯૯-મહુવા મતવિભાગ, ભાવનગરથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.૦૮ ઓક્ટોબર ૧૯૭૦ના રોજ મહુવા તાલુકાના પઢિયારકા ખાતે થયો હતો. ડિપ્લોમા એન્જિનિયરીંગનો પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ કરેલા આ નેતા તેઓ ટ્રાન્સપોર્ટ, વેપાર અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લોકસાહિત્ય અંગેનું વાંચન અને રમત-ગમતનો શોખ ધરાવે છે.

13. વિનોદ મોરડીયા વિનોદ મોરડીયા, ૧૬૬-કતારગામ મત વિભાગ, સુરત વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧૦ જુલાઇ, ૧૯૬૭ના રોજ સરવઇ ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને સમાજ સેવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કારકિર્દીમાં તેમને વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ સમાજસેવા અને ઘોડેસવારી જેવા શોખ ધરાવે છે.

14. દેવા માલમ દેવા માલમ, ૮૮-કેશોદ મત વિભાગ, જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.૧૨ જાન્યુઆરી ૧૯૫૯ના રોજ માંગરોળ તાલુકાના થલી ખાતે થયો છે. તેમણે અન્ડર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીના પ્રમુખ પદે સેવાઓ આપી રહ્યા છે. અને પ્રવાસ અને સમાજસેવાનો શોખ ધરાવે છે.

આ પણ વાંચો: સૌનો કાર્યકાળ યશસ્વી રહે! PM મોદી અને અમિત શાહે નવા મંત્રીમંડળને પાઠવી શુભેચ્છાઓ

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">